________________
જવાબ : માર્ગને જાણવાનો પ્રયત્ન કરવાનો અને આપણે જેટલું જાણીએ એટલું જીવનમાં ઉતારવાનું. ઝેર અજાણતા ખવાય તો મારે નહિ- એવું નથી. જો આપણે માર્ગને જાણીએ તો (૧) કોઈ સાધ્વીજી આપણને ન બોલાવે તો મનમાં વિકલ્પ ન આવે. (૨) બોલવાનો પ્રસંગ આવે તો વાતો લંબાવવાની ઈચ્છા ન થાય. તથા ‘કેટલો વિહાર કર્યો ? ક્યાં ચોમાસું કર્યું ? કેટલો તપ કર્યો ? વ્યાખ્યાનમાં કેટલા માણસો આવતા હતા ? ટ્રસ્ટીઓ કેવા હતા ? લોકોને ધર્મરસ કેટલો ? ચોમાસુ કેવું ગયું?' વગેરે બહિર્મુખતાપોષક વાતો ઉભી ન થાય. બાકી અજ્ઞાન રૂપી ખીણમાં પડવાથી હાડકા ભાંગે.
મૂળ વાત ઉપર આવીએ સંઘના કે સમુદાયના ટુકડા કરવા રૂપ મોટી વિસ્ફોટક શક્તિ કે બે વ્યક્તિમાં ફાટફૂટ પડાવવા રૂપ નાની વિસ્ફોટક શક્તિ- બન્ને અસમાધિ કરનારી છે.
ગુરુ-શિષ્ય વચ્ચે સારો મેળ હોય. પણ આપણે શિષ્યને વહાલા બનવા ગુરુના દોષો દેખાડીએ તો ભવાંતરમાં ગુરુપ્રાપ્તિ ન થાય. આમ (૧) આ લોકમાં ગુરુ બનવાની લાયકાત જાય, (૨) પરલોકમાં સદ્ગુરુને મેળવવાની લાયકાત જાય અને (૩) પોતાનામાં ગુરુતત્ત્વ પ્રતિષ્ઠિત થઈ ન શકે. કારણ કે પોતે કોઈના જીવમાં કાતર બની કાપવાનું કામ કર્યું છે. પણ સોય બનીને સાંધવાનું કામ નથી કર્યું. માટે સોય બનીને સાંધવાનું કામ કરીએ તો સમાધિ મળે. કોઈક ગુરુશિષ્યની વચ્ચે મેળ પાડીએ તો આપણામાં ગુરુતત્ત્વ પ્રગટે. આપણે ગુરુ બની શકીએ. પણ જો વૃત્તિ ખરાબ હોય તો નુકસાન બહુ મોટું છે. બે વ્યક્તિની વચ્ચે પણ જો ભેદ ન કરાય તો સમુદાયની વચ્ચે તો ભેદ કઈ રીતે કરી શકાય ?
'सव्वो वा गणो झंझाविओ होइ तारिसो भासइ बोलेइ वा ' આખા ગણના બધાના જીવ ઊંચા થાય એવું કરે અથવા બોલે તે અસમાધિનું જ સ્થાન છે.
દરેક સમુદાયની ચોક્કસ મર્યાદા હોય, આચરણા હોય. તેને
૫૦૬