________________
જાણવાનો અને તેને અનુસાર જીવન બનાવવાનો પ્રયત્ન કરવાનો. “પેલા સમુદાયમાં આવું ચાલે છે. માટે હું પણ આવું કરું.” આવો વિચાર કોઈ મોટી બાબતમાં હોય અને તે વિચારને આડેધડ જાહેર કરે તો પોતાના સમુદાયના બધાના જીવ ઊંચા કરે. આ સ્વચ્છંદતા છે, અસમાધિનું કારણ છે. જ્યાં રહેલા છીએ ત્યાંની મર્યાદા જાણીને તે રીતે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. દા.ત. પૂ.ગુણરત્નસૂરિજી મ.સા. સાથે રહેલા હો તો આઠ-દસ મહિને કાપ કાઢવો, રોજ એકાસણા કરવા વગેરેની તૈયારી જોઈએ. ત્યારે એમ વિચારે કે “મારા ગુરુ મ.સા. સાથે રહેતો હતો તો પંદર દિવસે કાપ કાઢતો હતો. માટે અહીં પણ વહેલો કાપ કાઢીશ અને ત્રણ ટંક વાપરીશ' તો એકના કારણે આખો સમુદાય કે ગ્રુપ વેરવિખેર અને બરબાદ થાય, પરસ્પર સંબંધો ખાટા થાય, આપણાથી બીજાના મન ઉદ્વિગ્ન થાય. આવું ન ચાલે. આપણે તો આપણા નિમિત્તે એકને પણ ઉગ ન થાય તેની કાળજી રાખવાની છે.
કદાચ (૧) આપણા કર્મો ભારે હોય, (૨) આપણે અવાર-નવાર દોષનો શિકાર બનીએ, (૩) આપણા મલિન અનુબંધો મજબૂત હોય તો પણ તેના કારણે સમુદાયમાં ખટાશ ઉભી થાય, આપણો ચેપ બીજાને લાગે એવું વર્તન તો ન જ કરવું. “અમે તો અમારા ગ્રુપમાં આ રીતે ટેવાયેલા છીએ” -આ પ્રમાણે પાછળથી વડીલોને ખુલાસા બતાવવા તે ઉચિત નથી. તે જ રીતે જે કામ કરવાનો જ્યારે અવકાશ હોય, આવશ્યકતા હોય ત્યારે તરત કરવું. દા.ત.ગુરુ બોલાવે ત્યારે “આવું છું” એમ જવાબ આપે અને દસ મિનિટ પછી જાય ત્યાં સુધીમાં ગુરુએ તે કામ જાતે કરી લીધું હોય અથવા બીજા પાસે કરાવી લીધું હોય અને આપણે ખુલાસો કરીએ કે “મારા મનમાં કામ ન કરવુંએવો કોઈ ભાવ નહોતો” આ ન ચાલે.
પૂજ્ય યશોદેવસૂરિ મહારાજાના શિષ્ય પૂજ્ય ત્રિલોચનસૂરિ મ.સા. ૧૦૮ લોમ્મસનો કાઉસગ્ગ કરતા હોય, ૯૨ લોગસ્સ પૂરા થયા હોય અને ગુરુ મહારાજ બોલાવે તો વિચાર-વિલંબ કર્યા વિના “હાજી'
૫૦ ૭