________________
કહીને પહોંચી જાય. બીજી વાર કાઉસ્સગ્ગ પહેલેથી કરવાની તૈયારી રાખે. મનમાં કોઈ જાતનો ઉદ્વેગ ન હોય. કારણ કે કાઉસગ્ગની સાધના પોતાની વ્યક્તિગત આરાધના છે. જ્યારે ગુરુ યાદ કરે કે તરત પ્રેમથી પહોંચી જવું તે ઉપાસના કહેવાય. આરાધના કરતાં પણ ઉપાસના ચઢે. આરાધનામાં પ્રાયઃ કાયયોગની મુખ્યતા હોય. જ્યારે ઉપાસનામાં મનોયોગની મુખ્યતા હોય છે. કાયયોગ કરતાં મનોયોગ અપેક્ષાએ બળવાન છે.
તેઓ સમજતા હતા કે “મારૂં નામ મારા ગુરુના મોઢે ચડે તે મારૂં પરમ સૌભાગ્ય છે.” તેથી જ કાઉસગ્ગ છોડીને પહોંચી શકતા હતા. આ આરાધકભાવનું/ઉપાસનાનું પરિણામ છે. બાકી વિરાધકભાવ હોય તો વિચાર આવી શકે કે ‘ગુરુજી મને જ બધા કામ સોંપે છે. મારો ભોગ લેવાયો. મારે જ દસ ધક્કા ખાવાના....” આને લીધે સંયમજીવન હારી જાય. કાઉસગ્ગ કરતાં પોતાને ગુરુદેવ બોલાવે ત્યારે અહોભાવથી પહોંચી જવું તેમાં મોટી કમાણી છે. જેમ સંવત્સરીનો અટ્નમ પર્યુષણના દિવસોમાં કરે અને સંઘને આરાધના કરાવી ન શકે તો તે કરતાં અઠ્ઠમ આગળ કે પાછળ કરી પર્યુષણમાં ગુર્વજ્ઞા મુજબ સંઘમાં વ્યાખ્યાન વાંચવું તે મોટી આરાધના છે. પોતાની વ્યક્તિગત અટ્ઠમની આરાધના તેની સામે ગૌણ છે. તે જ રીતે કાઉસગ્ગમાં ગુરુદેવ બોલાવે ત્યારે સમજવું.
આવશ્યક ઊંચી આરાધનાની ઉપેક્ષા કરીને કરેલી નીચેની કક્ષાની આરાધના પાપ બંધાવે, પુણ્ય નહિ. ૯૨ લોગસ્સ તો પૂરા થયા અને માત્ર ૧૬ લોગસ્સ બાકી છે. છતાં પણ કાઉસગ્ગ છોડીને ગુરુ પાસે વિના વિકલ્પે ‘તહત્તિ’ સાથે પૂજ્ય ત્રિલોચનસૂરિજી મહારાજ પહોંચ્યા અને આપણે કાઉસ્સગ્ગમાં ન હોઈએ, છતાં રાતના બોલાવે તો પણ ગુરુ પાસે ન જઈએ, બે વાર બોલાવે પછી જવાનું, દૂરથી ‘શું છે ?' એમ પૂછીએ, ગુરુ ઠપકો આપે કે ‘વિનય નથી આવડતો?’ ત્યારે જવાબ આપીએ કે ‘હું ઘેર મમ્મીને પણ આમ જ કહેતો હતો. હું
૫૦૮