________________
આ બધું ન મર્યાદાનું
=
આ જ રીતે ટેવાયેલો છું. હું તો ફ્રી માઈન્ડ છું.' તો ચાલે. આપણે સંયમી છીએ. સમ્ સારી રીતે, યમ = જીવનમાં પાલન કરવું સંયમ. તે કરનાર = સંયમી. સંસારની પ્રવૃત્તિનું પોટલું ઉકરડામાં ફેંકીને અહીંનું જીવન જાણી તે મુજબ જીવવા સક્રિય બનવાનું છે. દીક્ષા પહેલાં બપોરે સૂતા હોઈએ. માટે અહીં બપોરે સૂવું તે મર્યાદા નથી. દીક્ષા પહેલાં જે રીતે બોલતા હતા તે રીતે બોલવું તે સંયમજીવનની મર્યાદા નથી.
માતુશ્રી, માતાજી, મમ્મી અને બાપની બાયડી -આ શબ્દોના અર્થ એક જ છે. છતાં શબ્દની પાછળના ભાવમાં ઘણો ફરક પડે છે. સંસારની જેમ અહીં બોલીએ તે ન ચાલે. “આવું બોલવાની પાછળ મારો ખરાબ ભાવ નહોતો” એમ ન વિચારવું પણ “મારા વર્તનથી વડીલના મનમાં શું ભાવ જાગશે ? કઈ રીતે બોલવું વધુ યોગ્ય ગણાય ?” તે વિચારવાનું. બાકી દુર્ગતિ ઊભી થઈ જાય. સતત મર્યાદાનું પાલન કરીએ તો (૧) સ્વનિમિત્તે બીજાને સંકલેશ ન થાય અને (૨) પોતાને પણ ઉદ્ધતાઈ-તોછડાઈ વગેરે રૂપે સંકલેશ ન થાય. માટે જીવનભર આવી ઝીણી ઝીણી બાબતોને પણ પકડી રાખવાની.
=
સાંજે વિહારમાં બીજા કરતાં દસ મિનિટ મોડા પહોંચીએ તે કદાચ ચાલે પણ એક કલાક મોડા પહોંચીએ તે ન ચાલે. બધાના પ્રતિક્રમણ થઈ જાય છતાં ન આવીએ તો બધાના જીવ ઊંચા થઈ જાય. ‘શું થયું હશે ? એકલા છે. કાંઈ થયું હશે તો ? ક્યાંક પડી ગયા હશે કે એક્સિડન્ટ થયો હશે કે રસ્તો ભૂલી ગયા હશે ?' વગેરે સંકલ્પવિકલ્પો અને ચિંતાઓ ઉભી થાય. ‘આપણા નિમિત્તે જેને જે થવું હોય તે થાય, આપણે તો આપણી રીતે જીવો' એમ વિચારીએ તે ન ચાલે.
જો એકલા પડી જવાથી વિહારમાં આપણે ધીમા ચાલતા હોઈએ તો બે-ત્રણ જણની સાથે રહીએ અથવા વહેલા નીકળીએ તો
૫૦૯