________________
ભગવાનના માર્ગ ઉપર શ્રદ્ધા કહેવાય, અસંક્લિષ્ટચિત્તસ્વરૂપ મોક્ષમાર્ગને પક્ષપાત કહેવાય. બપોરે અતિશય ગરમી સહન ન થાય તો ગુરુદેવની રજા લઈ પગમાં મોજા પહેરી વિહારમાં વહેલા નીકળવું અને સડક ઠંડી પડે પછી પગના મોજા કાઢી નાંખી સ્થાને સમયસર પહોંચવું તે આરાધના છે. પણ સાંજે મોડા નીકળે, ધીમા ચાલે, વિહારમાં ઠલ્લે જાય, વિહારમાં અવાર-નવાર પાણી વાપરે, વચ્ચે અડધો કલાક બેસી જાય, રાત્રે મોડા આવે અને બીજાને ચિંતા કરાવેઆવું તો ન જ ચાલે.
એ જ રીતે ગોચરી માટે બીજા મહાત્મા ૧૧-૦૦ વાગે નીકળે અને ૧૨-૦૦ વાગે પાછા આવી જાય. જ્યારે આપણે ૧૧-૩૦ વાગે નીકળીએ. પાછા આવીએ ત્યારે ૧-૦૦ વાગે. આવું ન ચાલે. પ્રાયઃ સાથે આવી જવું જોઈએ. એક તો મોડા આવવાનું અને પાછું મંગાવે એના કરતાં ઓછું લાવીએ તો તેમાં બીજાને પણ અસમાધિ થાય અને પોતાને પણ અસમાધિ થાય. આ બધું બીજા ચલાવે તે તેમની ઉત્તમતા ગણાય. પણ આપણા પક્ષે બેજવાબદાર માનસ ન ચાલે. “હું શું કરું? મોડું થઈ જાય છે. રસોઈ મોડી થાય છે. ઘરો છૂટાછવાયા છે. ઘરો દૂર છે...” આ રીતે બચાવ-દલીલ કરી ગમે તેમ જીવન જીવીએ તે ન ચાલે.
(૧) સ્વ-પરને સમાધિ પણ જરૂરી છે. (૨) મર્યાદાપાલન પણ જરૂરી છે. “મારા નિમિત્તે કોઈને અસમાધિ થાય, મારું નબળું વર્તન બીજાએ ચલાવવું પડે, મને બીજાએ નભાવવો પડે તે ન ચાલે. પણ મારે બીજાને પ્રેમથી નભાવવાના-સંભાળવાના હોય' આમ વિચારવું. આપણી ગોચરીની ડ્યૂટિ હોવા છતાં ભક્તિ થાય તેવી ગોચરી લાવીએ તો બીજાને આરાધનામાં ઉત્સાહ વધે અને ગમે તેવી ગોચરી લાવીએ તો સાધુના પેટ દુઃખે, માંદા પડે, અસમાધિ થાય. (૧) બપોરની વધેલી ગોચરી સાંજ સુધી ચાલે. અથવા (૨) ગોચરી જતાં જ “આ ગોચરી બરાબર નહિ લાવે' એવી આપણી છાપ પડે. અથવા (૩)
૫૧૦