________________
આપણા હાથે ગોચરી અડધી આવે અથવા ડબલ આવે. (૪) અતિશય વહેલી આવે અથવા અતિશય મોડી આવે તે ન ચાલે. આવું કરીને આપણે આપણું પણ બગાડીએ જ છીએ.
દીક્ષાના ૨૫ વર્ષ પછી પણ નિરંતર પ્રસન્નતાની લહેર ન ઉઠે, આંતરિક ઉલ્લાસ-ઉમંગ ન આવે તેમાં પ્રાયઃ આપણી પોતાની ભૂલ જ જવાબદાર છે. આ હકીકતને પોતે જ ભૂલી જાય, તેની આલોચના કે પસ્તાવો ન કરે અને મલિન અનુબંધ નબળા ન પાડે તો આ ભવમાં જ તેના કડવા ફળ મળે, દીર્ઘ સંયમજીવનમાં પણ પ્રસન્નતાનો અનુભવ ન જ હોય.
કરેલી વિરાધના અને કેળવેલા વિરાધકભાવને લીધે ચૌદસ જેવા દિવસે પણ પોતે સાંજે વાપરવું પડે. વાપરવામાં એકલા હોઈએ અને ગમે તેવું વાપરવું પડે ત્યારે પણ વિચારીએ કે “કોઈને અસમાધિ કરાવી હશે. માટે મને અસમાધિ-નિમિત્તની પ્રાપ્તિ થઈ. મેં કરેલું મારે ભોગવવાનું છે. અહીં સમાધિ નહિ રાખું તો અત્યારે બંધાતું કર્મ ભવિષ્યમાં વધુ વિષમ પરિસ્થિતિ બનાવશે કે જેમાં અસમાધિ વધશે.” તો સમતા-સંવર આવે અને નિર્જરા થાય. તેના બદલે “આ તો આવું જ લાવે છે” એમ ગોચરી લાવનાર ઉપર અંકલેશ કરીએ તો કર્મબંધ વધે. “હું કોઈને ભારરૂપ ન બને” એવો વિચાર કરે તે સાચો સંયમી. સંયમી ક્યારે પણ કોઈને ભારરૂપ ન બને પણ બીજાના પાપનો અને દુઃખનો ભાર ઉતારવાનું કામ કરે. માટે આપણે જ્યાં જઈએ ત્યાં પ્રસન્નતાનું વાતાવરણ તૈયાર કરીએ તો ભવાંતરમાં પણ સદ્ગતિ, શાસન, સદ્ગુરુ, સંયમ, શાતા અને સમાધિ અવશ્ય મળે.
સુરપમા મોડુ આ ૧૯મું અસમાધિસ્થાન છે. સૂર = સૂર્યના પ્રમાણમાં અર્થાત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વાપરવાનું કામ કરે, જેથી અસમાધિ થાય. વાપરવામાં વધુ પડતો १. सूरप्पमाणभोइत्ति सूर एव पमाणं तस्स उदियमेत्ते आरतो जाव न अत्थमेइ ताव भुंजइ सज्झायमाई ण करेति, पडिचोइओ स्सइ, अजीरगाई य असमाहि उप्पज्जइ।
૫૧૧