________________
સમય લાગે તે અસમાધિનું કારણ બને. તેનાથી સ્વાધ્યાયનો સમય બગડે, સ્વાધ્યાય અભરાઈએ ચડે. ત્રણ ટાઈમ વાપરે પોતે અને ગોચરી માટે ઘણીવાર એકાસણા કરનાર જાય જેથી વાપરનાર અને લાવનારબન્નેનો સ્વાધ્યાય બગડે. પોતાની સુખશીલતા પોષાય તે જુદું. બન્ને બાજુ મીણબત્તિ સળગે અને જલ્દી ખલાસ થાય એના જેવું આ થયું.
જેને વાપરવામાં વધુ સમય લાગે, જે ઘણું વાપરે-ઘણી વેરાઈટી વાપરે-ઘણી વાર વાપરે તેની ગોચરી લાવવાનો બીજાને ઉત્સાહ પ્રાયઃ ન જાગે. જે આરાધક હોય તેની ગોચરી લાવવા માટે બીજાને ઉત્સાહ જાગે. વાપરતા સમય વધારે લાગે અને કોઈ પોતાને ટકોર કરે તો ગુસ્સે થાય. તથા બીજાને સામો જવાબ આપે એટલે અપ્રિય બને. આમ સર્વતોમુખી વિનિપાત સર્જાય.
કોઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે વિવેક રાખવો જોઈએ. સવારે પારિઠાવણીના કાગળ વગેરે ફાડવા બેસે અને સ્વાધ્યાય બગડે તે ઉચિત ન ગણાય. આ બધું કામ બપોરે ઉંઘ આવે તેવા સમયે કરવાનું. વાપરવામાં વધુ વાર લગાડવાની આપણી ભૂલની કોઈ ટકોર કરે અને આપણને ગુસ્સો આવે તો સામેનાને પણ અસમાધિ થાય અને પોતાને પણ થાય. બીજી વાર તે આપણી ભૂલ જોવા છતાં અટકાવે નહિ, કહે નહિ. આપણે દ્રવ્યથી અને ભાવથી બન્ને રીતે દુઃખી થઈએ, માર્ગથી દૂર થઈએ. માટે આપણાથી થતી ભૂલને સ્વીકારવી. ટકોરની નોંધ કરવાની બદલે આપણી ભૂલની નોંધ કરવી તો તે બીજી વાર ભૂલને બતાવશે. કદાચ ભૂલ થાય અને કોઈ ટકોરે તો બોલીએ નહિ પણ મોઢાના હાવભાવ બગાડીએ તો પણ કોઈ ટકોર ન કરે. પછી તો ભૂલની પરંપરા લાંબી ચાલે. ગંભીર ભૂલ પણ થવા માંડે. માર્ગભ્રષ્ટ થતાં વાર ન લાગે. માટે કોઈ ભૂલ બતાવે તો પ્રસન્નતા દેખાડવી. તે સમયે ગુસ્સે ન થવાય, આંખ લાલ ન કરાય પણ “મિચ્છામિ દુક્કડમ્' બોલવાનું. “એમણે મને શા માટે કહેવું પડ્યું ? વાપરવામાં વધુ સમય લગાડવાની મારી બેદરકારી છે. માટે જ ને !” એમ
૫૧૨ -