________________
- અઢાર-ઓગણીસમું અસમાધિસ્થાન તજીએ
૧૮મું અસમાધિસ્થાન છે. ગ્રંવારી? જેનાથી ગ્રુપ-ગણ-સમુદાયના ટુકડા થાય તેવું બોલે કે કરે તે ૧૮મું અસમાધિસ્થાન છે. અનાદિકાળથી નિગોદમાં આપણે અનંતા જીવોની સાથે રહ્યા અને ભવિષ્યમાં નિર્વાણમાં પણ અનંતકાળ સુધી અનંતાની સાથે રહેવાનું છે. અત્યારે આપણા ગ્રુપમાં કે સમુદાયમાં જે ૨૫-૫૦ સાધુ-સાધ્વીજી છે તેની સાથે સંપીને રહેવાની કેળવેલી વૃત્તિ આપણને મોક્ષે પહોંચાડવાનું કામ કરશે. ગુરુકુલવાસમાં-સમુદાયમાં-ગ્રુપમાં સંપીને રહેવાનું વલણ હોય તો મોક્ષમાં અનંતાની સાથે રહેવાની યોગ્યતા પ્રગટ થાય, બાકી ન થાય. ઉત્તમ ભૂમિકા એ છે કે આપણે
જ્યાં જઈએ ત્યાં બધા પરસ્પર નજીક આવે એવા પ્રયત્ન કરીએ. તેના બદલે આપણે આપણી આરાધનામાં મસ્ત રહીએ તે મધ્યમ ભૂમિકા. પરંતુ ગણના સમુદાયના ટુકડા થાય તેવું કરવું તે કનિષ્ઠભૂમિકા છે. - સાધુ પાણી જેવો હોય, સાધુની વાણી પણ પાણી જેવી હોય. ઈટ, સિમેંટ, રેતી બધા અલગ હોય છે. એકબીજા સાથે ઈંટ-સિમેન્ટરેતી વગેરે સ્વયં મિક્ષ ન થાય. બે ઈટ કે ઈંટ અને સિમેન્ટ સ્વયં ભેગા ન થાય. પણ તેમાં પાણી નાંખો તો ભેગા થાય. તેમાં પાણી ભળે તો એ રીતે બધા ભેગા થઈ જાય કે પછી છૂટા પાડવામાં તકલીફ પડે. પછી પાણી તો તેમાંથી ઉડી જાય. તેમ સાધુની વાણી બે સાધુની વચ્ચે અણગમો અને વેરની ગાંઠ ઓગાળે અને પરસ્પરને સાથે સંપીને રાખે તેવી હોય. પછી પાણીનું અસ્તિત્વ ન રહે તેમ વાણીનું પણ અસ્તિત્વ ન જોઈએ. અર્થાત “ખબર છે ને ! મેં તમારા બેની વચ્ચે મેળ કરાવ્યો હતો.” – આવી વાણી ન જોઈએ. બાકી પાણી ફરી १८. झंझकारी य जेण जेण गणस्स भेओ भवइ सब्बो वा गणो झंझविओ अच्छइ તારિસ માસ રે વા | - અાવશ્યનિતિરિમીયવૃત્તિ (પૃ.૬૪)
H૫૦૧