________________
ઉપર સાચો પ્રેમ તો કહેવાય જો તેને જીભથી પ્રેમથી રટવાનો બોલવાનો કાંઈક પ્રામાણિક પ્રયત્ન કરીએ.” ભોગ આપ્યા વિના અંદરની લાગણી/ભક્તિ/પ્રીતિ સાચી કઈ રીતે કહેવાય? You can give without loving. But you can not love without giving. સાધુ જીભ વડે તાત્ત્વિક ઉપકાર કરે અને કાયા દ્વારા વ્યાવહારિક ઉપકાર કરે. પણ જો “ગુરુ ભલે બોલે, આપણે જેમ કરીએ છીએ તેમ કરવાનું” એમ વિચારીએ તો ગુરુ બીજી વાર કહે નહિ. માટે “ગુરુએ એક વાર જે કહ્યું તે એવી રીતે ઝીલું કે બીજી વાર કહેવું ન પડે.” એ પરિણામ સાચા ગુરુસન્માનને સૂચવે છે. તેનાથી શાસ્ત્રકારોએ જે લક્ષ્ય બતાવ્યું ત્યાં સુધી પહોંચવાનું બળ મળે. અન્યથા “આવશ્યકનિર્યુક્તિમાં આ વાત આવે છે ?” આવું કોઈ પૂછે ત્યારે જવાબ આપવો પડે કે “આવશ્યકનિર્યુક્તિ વાંચી છે, પણ આ વાતનો ખ્યાલ નથી.”
માટે અહોભાવ વગેરે આંતરિક મોક્ષમાર્ગ મજબૂત પકડો તો વિકાસ થાય. અહોભાવ વિના બોલવું, ગોખવું, લખવું, સાંભળવું વગેરે કદાચ માત્ર મજૂરી બની રહે. તેનાથી પુણ્ય મળે પણ નિર્જરા ન થાય. ગુરુ તો વાચના-પાઠ-વ્યાખ્યાન વગેરે માધ્યમથી માર્ગ યાદ કરાવે. આપણે વાતને ઝીલી જીવનભર ટકાવીએ તો આપણા જીવનમાં તે ઉગી શકે. નવું સાંભળવાનો અને ન જાણેલું જાણવાનો આપણને ઉત્સાહ ઘણો છે. પણ જે જાણેલું છે તેને ઉતારવાનો ઉત્સાહ ન હોય તો વીતરાગકથિત તાત્ત્વિક મોક્ષમાર્ગ ન મળે કે ન ફળે.
માટે તારકસ્થાન પ્રત્યે, બહુમાનભાવ, સહાધ્યાયી પ્રત્યે સહાયકભાવ વગેરે આંતરિક મોક્ષમાર્ગે ચાલીએ અને કલહ વગેરે આંતરિક ઉન્માર્ગને છોડીએ તો સમાધિ મેળવી શકાય.
૫૦૦