________________
નાનાને પણ કામ આપીએ તો આભિયોગિક, કિલ્બિષિક કર્મ બંધાય. અભ્યાસ, વિનય, વૈરાગ્ય ત્રણ ભેગા થશે તો પરિણતિ ખીલશે. આંતરિક શુદ્ધિ અને પરિણતિને વધારવી, સુધારવી. તે અંગે સતત જાગ્રત બનવું. ભાવનાથી, ભક્તિથી, બહુમાનથી અને વિનયથી આરાધના વધે છે. મનોબળ દૃઢ અને કાર્યપદ્ધતિ વ્યવસ્થિત કરવી. જેથી ગુણો આવે, આત્મા નિર્મળ પરિણતિવાળો બને. ગુરુને ઈચ્છાથી સમર્પિત બનવું. સહવર્તીઓને સહાયક, પ્રેરક અને આરાધનામાં ઉપબૃહક બનવું. વિવેક અને વૈર્ય દ્વારા સંયમ આત્માના દોષો અને કર્મનો નાશ કરે છે. સ્વભાવના કોઈ પણ જાતના દોષમાં કર્મજન્ય, પ્રકૃતિજન્ય, સંયોગજન્ય જે દોષો હોય તેનો નાશ વિવેક અને ધીરપૂર્વકના સત્ત્વ, સંયમ અને જયણાથી થાય છે. દા.ત. માલતુષમુનિ સંયોગને આધીન પ્રવર્તન હોય પણ સ્વભાવને આધીન પરિણતિ બનાવી રાખવી. સંયમની આંતરિક પરિણતિ અને બાહ્ય વ્યવહારમાં કડક અને ચોક્કસ બનવું.
(લખી રાખો ડાયરીમાં...) ઉત્તરગુણમાં ઘાલમેલ થાય તો મૂલગુણ દીર્ઘજીવી ન બને.
–-૧૦૨
–