________________
સંયમીના
દિલમાં
• લેખકની ઊર્મિ •
નવી મારૂતિ કે મર્સીડીઝ કાર લીધા પછી તેની બરાબર માવજત કરવામાં ન આવે તો તેનું આયુષ્ય ટૂંકું થઈ જાય. સીટીઝનની ન્યુ બ્રાન્ડ ઘડીયાળને ચાવીની (કે સેલની) ચા પીવડાવવામાં ન આવે તો તેને એટેક આવી જાય. નવી સાયકલ કે સ્કૂટરના હાલમાં પણ નિયમિત રીતે ઓઈલ પૂરવામાં ન આવે તો કીચુડ-કીચુડ અવાજ આવે. કારખાનાના મશીનને અવસરે ઓઈલિંગ કરવામાં ન આવે તો તે પણ રીસાઈ જાય.
એ જ રીતે દીક્ષા પછી સંયમીની માવજત-કાળજી જો ગુરુ, વડીલ સંયમી, કલ્યાણમિત્ર દ્વારા કરવામાં ન આવે તેમજ ગુરુબંધુ અને સહવર્તી સંયમી સાથીદારો દ્વારા તેની ઉપેક્ષા કરવામાં આવે તો સંયમ ગાડીની સ્પીડ પણ ઘટી જાય, આયુષ્ય ટુંકાઈ જાય, એકસીડન્ટ થઈ જાય આવી ઘણી શકયતા નકારી શકાય તેમ નથી. આ બાબતને લક્ષમાં રાખીને શિષ્યવર્ગનું વાચના દ્વારા ઘડતર થતું જોઈને અનેક સાધુ ભગવંતોની માગણી આવી કે “આ વાચના
૧૦૩)