________________
સંકલિત કરી પુસ્તક રૂપે છપાય.' દીર્ઘદષ્ટિગર્ભિત લાગણીભરેલ માગણીને માન આપી તે વાચના આજે પુસ્તિકારૂપે પ્રગટ થઈ રહી છે.
પ્રસ્તુત પ્રકાશન અનેક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તથા મુમુક્ષુઓને ઉપકારક બનશે તો મારી મહેનત સફળ-સાર્થક બની એમ સમજીશ.
તરણતારણહાર પરમપવિત્ર શ્રીજિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
શ્રાવણ સુદ-પંચમી-વિ.સં.૨૦૫૪ પરમબ્રહ્મમૂર્તિ શ્રીનેમિનાથ જન્મ કલ્યાણક
ગિરનાર-જૂનાગઢ.
•
હી.
ગુરૂપાદપદ્મરેણુ મુનિ યશોવિજય
લખી રાખો ડાયરીમાં...
જે બીજાના સુકૃતને બાળે તેને એવા નિમિત્ત મળે જેનાથી તે પોતાના સુકૃત બાળે.
• ૪૨ દોષ રહિત ગોચરી મળે તે સ્વરૂપ શુદ્ધિ. માંડલીના પાંચ દોષ ટળે તે હેતુ શુદ્ધિ.
ગોચરી વાપરી જ્ઞાનધ્યાનમાં મસ્ત રહેવું તે અનુબંધ શુદ્ધિ.
સાધુનું બીજું નામ છે ‘વાચંયમ.’
વાણી ઉપર જેનો સંયમ હોય તે વાચંયમ.
१०४