________________
જાત-જાત-જાતપતિની ઓળખાણ
જગતપતિને જોવાની શ્રાવકોને વાત કરીને આપણે જગતને જ જોવામાં અટવાઈએ તો જાતનું દર્શન થઈ ન શકે. જગતને દેખે તે કનિષ્ઠ ભૂમિકા છે. જગતપતિને દેખું-ઓળખે તે મધ્યમ ભૂમિકા અને જાતને પૂર્ણરૂપે દેખે - ઓળખે - અનુભવે તે ઉત્તમ ભૂમિકા છે.
જગત બીજું કશું જ નથી. આપણી જાતની વિકૃતિ તે જગત. જગતપતિ પરમાત્મા બીજું કશું જ નથી. આપણી જાતની મૂળભૂત પ્રકૃતિ તે જગતપતિ. જાતને પામવા - પ્રગટાવવા જગતને છોડી જગતપતિને પકડવા પડે.
જગતને કેન્દ્રસ્થાને ગોઠવે તે બહિરાત્મા. જગતપતિને જીવનના કેન્દ્રસ્થાને ગોઠવે તે અંતરાત્મા. જાતને = નિર્મળ આત્મસ્વરૂપને જીવનના કેન્દ્રસ્થાને ગોઠવે તે પરમાત્મા બની શકે.
પરમાત્મદશાની પ્રાપ્તિ માત્ર જગતપતિને જોવાથી - સમજવાથી નથી આવતી, કારણ કે તેમાં પરમાત્મા અને પોતાની વચ્ચે ભેદભાવ રહેલો છે. મારા ભગવાન વીતરાગ, કેવળજ્ઞાની, સર્વગુણસંપન્ન, સકલશક્તિયુક્ત, સર્વદોષમુક્ત...” ઈત્યાદિરૂપે નિશ્ચયથી અથવા “મારા પ્રભુ કરુણાસાગર, કામિતપૂરણકલ્પતરુ, દીન દયાળ, દયાસિન્ધ, પરમકૃપાળુ પરમહિતેચ્છુ...” ઇત્યાદિરૂપે વ્યવહારનયથી પરમાત્માનું સ્વરૂપ વિચારવામાં પણ આપણી જાત અને જગતપતિ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ રીતે અનુભવાય છે. આવી દશામાં તાત્ત્વિક રીતે પરમાત્મસ્વરૂપનું જાતમાં પ્રગટીકરણ શક્ય ન બને. આપણી જાતમાં પરમાત્મદશાનો પ્રાદુર્ભાવ જગતપતિને જોવાથી કે વિચારવાથી નહિ પણ જાતમાં ઠરવાથી થાય છે.
‘હું કાળો, ગોરો, જાડો, દુબળો..” આ રીતે પોતાની જાતને ચર્મચક્ષુથી જુએ, ઓળખે તે ઘન્ય ભૂમિકા. પોતાની જાતને
-૧૦૫