________________
શાસ્રચક્ષુથી જુએ-સમજે તે મધ્યમ ભૂમિકા. નિર્મળ જ્ઞાન દષ્ટિથી પોતાની જાતે જ પોતાની જાતને નિર્મળ આત્માને અનુભવે,
વેદે તે ઉત્તમ ભૂમિકા.
પોતાની જાતને ઓળખવા, સમજવા શાસ્ત્રનો સહારો લેવો તે પણ એક જાતની આપણી લાચારી છે. જેમ ચશ્મા પહેરીને જોવું તે આંખના નંબરવાળા માણસ માટે લાચારી છે. ચશ્મા વગર આંખથી જ સાક્ષાત્ જોવું તે ગૌરવ પાત્ર કહેવાય. તેમ શાસ્રના આલંબન વિના આત્મા દ્વારા જ આત્માને - જાતને અનુભવીએ તે ગૌરવપાત્ર ભૂમિકા છે. તેવું શક્ય ન હોય તો જગતપતિવચનનું શાસ્ત્રનું આલંબન લેવું તે મધ્યમ કક્ષા છે. તાત્ત્વિક અસંગદા પ્રગટ થયા વિના જ જિનવચનને છોડી દેવું તે જઘન્ય કક્ષા છે. આ સમીકરણને સ્પષ્ટ રીતે નિશ્ચિત કરી નિર્મળ આત્મસ્વરૂપને
=
જાતને ઓળખવા, અનુભવવા પ્રામાણિકપણે ભૂમિકા મુજબ પ્રયત્ન કરી પરમાત્મદશાને ઝડપથી પ્રાપ્ત કરો એ જ મંગળકામના..
=
=
લખી રાખો ડાયરીમાં...
વિષયની આસક્તિ એકને ડુબાડે. કષાયની ઉગ્રતા અનેકને સળગાવે.
આપણો પરોપકારનો સ્વભાવ હોય, ગંભીરતા ગુણ હોય, ગીતાર્થ તરીકેની છાપ હોય તો આપણા વચનને સામેની વ્યક્તિ અવશ્ય સ્વીકારે.
સંયમ અને સદ્ગુણની દૃષ્ટિવાળાનો મોક્ષ વહેલો થાય. પુદ્ગલદૃષ્ટિવાળાનો મોક્ષ ન થાય.
१०५