________________
સાગર જેવા સાધુ
સૂયગડાંગસૂત્રની ચૂર્ણીમાં સાધુ માટે એક બહુ મહત્ત્વની વાત કરી છે કે ‘સાદુળા સારેગ વ હોયળં.' સંયમી સાગર જેવા હોય. આટલી નાનકડી સૂત્રાત્મક વાત દ્વારા ઘણું બધું કહી દીધું છે. આજે આપણે તેની વિચારણા કરીએ.
(૧) સાગરમાં જેમ સતત મોજા ઉછળતા હોય તેમ સંયમીના હૃદયમાં ગુરુ પ્રત્યે બહુમાનભાવના મોજા-ઊર્મિ નિરંતર ઉછળ્યે જ રાખે. પ્રતિકૂળ સંયોગમાં, કડક હિતશિક્ષામાં, ગુરુના કડવા ઠપકામાં પણ સંયમીના દિલમાં ગુરુદેવ પ્રત્યે અહોભાવ સતત ઉછળતો જ રહે.
(૨) સાગર જેમ ગંભીર હોય તેમ સંયમી ગંભીર હોય. ગંભીરતા એટલે બીજાના દોષને પચાવવા અને પોતાના ગુણને પચાવવા.
બીજાના દોષને પચાવવા એટલે બીજામાં દોષ દેખવા છતાં, જાણવા છતાં તેના પ્રત્યે દુર્ભાવ ન થાય કે બીજા આગળ તેની નિંદા-હલકાઈ ન થાય તેની સાવધાની રાખવી. જેના દોષ આપણે જાણતા હોઈએ તેને પણ આપણે તેના દોષ જાણીએ છીએ' એવી ગંધ પણ ન આવે તેવો તેની સાથે વ્યવહાર રાખવો.
પોતાના ગુણને પચાવવા એટલે બીજા પાસે આપબડાઈ ના કરવી. સ્વપ્રશંસા કરવામાં કે સાંભળવામાં અંદરથી અણગમો થવો. આવી ગંભીરતા આવે તે માટે સંયમી સતત સર્વત્ર પ્રયત્નશીલ હોય.
(૩) સાગરનો જેમ અંત નથી
સીમા નથી. તેમ સાધુની
સાધનાની કોઈ હદ નથી, સરહદ નથી.
૧૦૭