________________
(૪) સાગરમાં રત્નો અનંતા છે તેમ સંયમીમાં પણ સદ્ગુણરત્નો
અનંતા હોય, અમૂલ્ય હોય. (૫) હજારો નદી ઠલવાય છતાં સાગર તૃપ્ત ન થાય એમ હજારો શાસ્ત્રો
ભણવાં છતાં સાધુને કદાપિ તેમાં તૃપ્તિ - સંતોષ ન થાય. નવું
નવું ભણવાનો ઉત્સાહ કાયમ સંયમીના હૃદયમાં જીવંત હોય. (૬) જેમ સાગર શાશ્વત છે તેમ સંયમીના હૃદયમાં જિનશાસન
સદા કાળ માટે પ્રતિષ્ઠિત હોય. પ્રતિકૂળ સ્થિતિમાં, પાપના
ઉદયમાં પણ શાસન દિલમાંથી ચલાયમાન ન થાય. (૭) જેમ પૂનમના ખીલેલા ચંદ્રને જોઈને સાગર હિલોળે ચઢે તેમ
ગુણીજનોને જોઈને સાચા સંયમીનું હૃદય હિલોળે ચઢે, દિલ
પુલક્તિ થાય, મન આનંદવિભોર થાય, રોમરાજી વિકસ્વર થાય. (૮) સાગર ઓટમાં પણ મડદાને ન સાચવે, બહાર કાઢે. તેમ
પ્રતિકૂળતામાં, પાપોદયમાં, કોઈના તરફથી તકલીફ આવે ત્યારે પણ તેના પ્રત્યે દ્વેષ-દુર્ભાવના મડદા સંયમી હૃદયમાં
સાચવે નહિ પણ બહાર કાઢે, રવાના કરે. (૯) ગમે તેવી ભરતીમાં પણ સાગર રત્નોને બહાર ફેંકે નહિ
ડે બતાવે નહિ તેમ ગમે તેવા પુણ્યોદયમાં સંયમી સરળતા, નમ્રતા વગેરે સદ્ગુણરત્નોને ફેંકે નહિ કે કોઈની આગળ પોતાના તે ગુણરત્નોનું પ્રદર્શન ન કરે.
આ નવપદને જીવનમાં અપનાવીએ, ઉતારીએ, તે માટે પ્રયત્ન ચાલુ રાખીએ તો સૂયગડાંગ ચૂર્ણિમાં આપણા માટે બતાવેલી સાગરઉપમા સાર્થક બને. એવું કરવામાં આપણને સંકલ્પબળ, મનોબળ, આત્મબળ મળે તેવી પરમાત્માને પ્રાર્થના કરીએ.
-૧૦૮
૧૦૮