________________
અર્જુનમાળી, ચિલતિપુત્ર વગેરે પણ એ જ ભવમાં આત્મકલ્યાણને સાધી ગયા.
(૬) તો શું વિષયાસક્તિ અનંતકાળ રખડાવે ? ના, ઈલાયચીકુમાર નટડીમાં આસક્ત થવા છતાં તે જ ભવે મુક્તિગામી બન્યા. કામી સ્થૂલભદ્ર પણ કામવિજેતા બની ૮૪ ચોવિશી સુધી અમર બની જશે.
(૭) તો શું નિયાણ અનંતકાળ રખડાવે ? ના, નિયાણ કરનાર અનામિકા, અવંતિસુકુમાલ વગેરે પણ અનંતકાળ સંસારમાં ફસાયા નથી.
(૮) અજ્ઞાન પણ ક્યાં અનંતકાળ સંસારમાં રખડાવે છે ? ભૂલકણા માપતુષ મુનિ પણ કેવલજ્ઞાની થઈ ગયા ને !
(૯) હિંસા - ક્રૂરતામાં ગળાડૂ થયેલ ૧૦ કરોડ સૈનિકો પણ દ્રાવિડ અને વારિખિલ્લની સાથે મોક્ષમાં ગયા છે ને !
(૧૦) ૧૮ પાપસ્થાનકોને સેવનાર પણ અનંતા જીવો તે જ ભવે મોક્ષમાં ગયા છે.
તો પછી જેની હાજરીથી જીવ ઘણી રખડપટ્ટી સંસારમાં કરે તેવું તત્ત્વ કયું ? એવું કયું પરિબળ છે કે જેની હાજરીથી ઉગ્ર સાધના કરવા છતાં જીવનું ઠેકાણું ન પડે ? અનંતા ઓઘા લેવા છતાં જે કારણે તે બધા નિષ્ફળ ગયા હોવાની સંભાવના છે તે તત્ત્વ શું છે ? બધી સાધનાને એકડા વિનાના મીંડા જેવી કરનાર અને સાધનાને પ્રાણહીન અને નિસ્તેજ મડદા જેવી માયકાંગલી બનાવનાર તત્ત્વ કયું છે? તેનું નામ શું છે ?
એનું નામ છે આશાતના. ભગવતીસૂત્રમાં અને આવશ્યકનિર્યુક્તિમાં જણાવેલ છે કે “તિર્થીયર-ગણતર-મહઢિયં આસામંતો બહુસો અસંતસંસારિઓ હોઈ.” તીર્થકર, ગણધર, ગુરુજન, લબ્ધિસંપન્ન પંચપરમેષ્ઠીની આશાતના ઉગ્ર ભાવે થાય તો અનંત સંસાર વધી જાય. આના સમર્થનમાં ગોશાળાનું દષ્ટાંત ભગવતી સૂત્રમાં બતાવેલ
—- ૧૧ -
11 -
-