________________
છે. કુલવાલક મુનિ પણ એ જ માર્ગે ગયા અને બધું હારી ગયા. નાનામાં નાની આશાતનાનો પરિહાર કરવાનો સ્પષ્ટ ખ્યાલ આવે એ માટે તો પગામ સજ્જામાં ૭ ભયસ્થાન, ૮ મદસ્થાન વગેરેના દરેક પ્રકારનો સ્વતંત્ર નામોલ્લેખ કરવાપૂર્વક પરિચય કરાવવાના બદલે ૩૩ આશાતનાના પ્રત્યેક સ્થાનોને નામોલ્લેખ કરીને સ્વતંત્ર રીતે બતાવ્યા છે. સિદ્ધ થવાની સાધના કરવા નીકળેલા સાધુ - સાધ્વીજીને સિદ્ધના ૩૧ ગુણોનો વિસ્તારથી પરિચય કરાવવાના બદલે ૩૩ આશાતનાના સ્થાનો પ્રત્યેકના નામનિર્દેશ સાથે બતાવવાની પાછળ શાસ્ત્રકારોનો ગંભીર આશય આપણને ખ્યાલમાં આવે તો આશાતનાતત્ત્વને આપણે દફનાવ્યા વિના ન રહીએ. ગુરૂઆશાતના અતિભયાનક તત્ત્વ હોવાથી તો ગુરુવંદનભાષ્યમાં પણ ગુરુની ૩૩ આશાતનાનો નામોલ્લેખ સાથે પરિચય કરાવેલ છે. ઉગ્ર ભાવે થયેલ પંચપરમેષ્ઠીની આશાતના જેટલો સંસાર વધારે છે તેટલો સંસાર તો વિષયાસક્ત દેવ-દેવીઓ કે નિયાણ કરનાર બ્રહ્મદત્ત ચક્રવર્તી | સુભૂમ ચક્રવર્તી | ત્રિપૃષ્ઠ વાસુદેવે પણ વધારેલ નથી. આનો અર્થ એ નથી કે વિષય - કષાયને હટાવવા બેદરકાર બનવું કે નિયાણ કરવું. પરંતુ આ કહેવા પાછળનો આશય એ છે કે પંચપરમેષ્ઠીની આશાતનાની કાતિલતા સમજી તેનાથી કાયમ વેગળા રહેવાની પ્રબળ સાવધાની નિરંતર રાખવી.
(૧) કેવલજ્ઞાની બનેલ નાના સંયમીબંધુઓની આંશિક આશાતનાથી ગર્ભિત અહંકારે બાહુબલીને કેવલજ્ઞાન પામવા ન દીધું.
(૨) કામવિજેતા સ્થૂલભદ્રસ્વામીની આશાતનાથી ગર્ભિત ઈર્ષ્યા ભાવે સિંહગુફાવાસી મુનિને પતનની ખીણમાં ધકેલી દીધા.
(૩) ગુરૂઆશાતનાની ભૂલથી બંધાયેલા કર્મોએ તપસ્વી કુલવાલક મુનિને વેશ્યામાં આસક્ત બનાવ્યા.
(૪) આચાર્ય, ઉપાધ્યાય વગેરેની આશાતનાથી ગર્ભિત રસલોલુપતાએ અષાઢાભૂતિને ભૂલાવી દીધા.
- ૧૨ -