________________
ભયંકર તત્ત્વની પીછા
આપણે સંસાર છોડી દીધો. કારણ કે તે દુઃખમય, દર્દમય, દોષમય, દુર્ગતિમય અને પાપમય હોવાના લીધે આપણને ન ગમ્યો. માટે તો દીક્ષા લીધી. એ બહુ જ સુંદર કામ કર્યું. પણ બહિરંગ સંસારને તિલાંજલિ આપ્યા બાદ અંતરંગ સંસારનો મૂળથી ઉચ્છેદ કરવાનું લક્ષ્ય સતત નજર સામે રાખવાનું છે. ભાવી સંસાર વધી જાય તેવી એક પણ ભૂલ સ્વપ્રમાં પણ ન થાય તેની નિરંતર કાળજી રાખવાની છે. માટે જ સંસારવર્ધક પરિબળોને પ્રજ્ઞાચક્ષુ દ્વારા પીછાણી લેવા પડશે અને તેનાથી સદા દૂર રહેવું પડશે.
કલ્પનાતીત સંસાર વધારનાર પરિબળ કયું ?
(૧) શું મિથ્યાત્વ? ના, યોગની આઘ ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ હોવા છતાં સંસાર ઘટી રહેલ છે. એવું શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં જણાવેલ છે.
(૨) તો શું અવિરતિ ? ના, અવિરતિના કાદવમાં પડેલા કેટલાય સમકિતીદેવ વગેરે સંસારને તોડી જ રહેલા છે.
(૩) તો શું સર્વવિરતિનો અભાવ ? ના, અસંખ્ય દેશવિરતિધર પશુઓ પણ મોક્ષમાર્ગે આગળ વધી રહેલ છે.
(૪) તો શું તીવ્ર કષાય સંસારને ઘણો વધારી દે ? ના, ઉગ્ર કષાય હોવા છતાં ચંડકૌશિક સર્પને અનંતકાળ ભટકવાનું નથી. પ્રચંડ ક્રોધી ચંડરુદ્રાચાર્ય તે જ ભવમાં મોક્ષે પહોંચી ગયા. અભિમાનની ટોચે બેઠેલ ઈન્દ્રભૂતિ ગૌતમ પરમ વિનયી ગણધર બનીને તે જ ભવમાં મુક્તિને વરી ગયા. માયા કરવા છતાં તીર્થંકર બનીને મોક્ષમાં જવાનું સદ્ભાગ્ય મલ્લીકુમારીને મળેલ હતું. લોભના સાગરમાં ડૂબનાર કપિલ પણ તે જ ભવમાં કેવલી બની ગયા.
(૫) તો શું ક્રૂરતા અનંતકાળ ભટકાવે ? ના, અતિક્રૂર દૃઢપ્રહારી,
૧૦