________________
૪. હિંમતે મર્દા તો મદદે ખુદા.
આવા ટૂંકા પણ મહત્ત્વપૂર્ણ સૂત્રોને સતત નજર સામે રાખીને તે મુજબ જીવન ઘડવા પ્રયત્નશીલ રહેવું. વિવેકપૂર્વક હિંમત કેળવી છે તો હવે વિનય - વૈયાવચ્ચ - ઔચિત્ય - સહિષ્ણુતા સમતા - ધૈર્ય પણ જીવનભર કેળવો. પરમેશ્વરભક્તિ અને ગુરુસમર્પણભાવથી મોહનીય કર્મ ખપાવી, શીઘ્ર દ્રવ્ય ભાવ ચારિત્રજીવન ઉજ્જવળ રીતે પાળી પરમપદ સાધો એ જ મંગલ કામના.
લખી રાખો ડાયરીમાં...
આમાન્યા જાળવવો.
સત્કાર = ફરજ ઉપરાંત હૈયાના ઉમળકાથી થતી ભક્તિ.
• વિનય
=
અવિનય = મોક્ષલક્ષ્મીને દાંડો મારીને ભગાડવી.
-
માયા = આરાધનાની શક્તિ છૂપાવવી.
બીજાના હૃદયમાં પ્રતિષ્ઠિત શાસનને ઉખેડે તેવી પ્રવૃત્તિ શાસનહીલના.
બીજાના હૃદયમાં શાસનની વાવણી થાય તેવી પ્રવૃત્તિ શાસનપ્રભાવના.
સ્વહૃદયમાં શાસનનું સર્જન થાય તેવી વૃત્તિપ્રવૃત્તિ = શાસનઆરાધના.
=
=
૯