________________
નિર્વિઘ્ને પાર પાડે છે. આ અનુભવસિદ્ધ ત્રિકાલઅબાધિત પરમ સત્ય છે. માટે તો મહાતાર્કિક શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી જેવા પણ શક્રસ્તવમાં “ત્વામેકમર્હન્ ! શરણં પ્રપદ્યે.” કહીને ‘હે અરિહંત ! માત્ર એક તારું શરણ સ્વીકારું છું.' એવા હૃદયના ઉદ્ગારને વ્યક્ત કરે છે.
દેવ - ગુરુની બિનશરતી શરણાગતિ આપણા જીવનમાં આવે એ જ દેવ-ગુરુની તાત્ત્વિક કૃપા છે, જેના થકી આઠે કર્મના બંધ અને અનુબંધનો વિચ્છેદ થાય છે. માટે કોઈ પણ જાતની બાહ્ય આળપંપાળમાં કે પારકી પંચાતમાં પડ્યા વિના આરાધનાને વધુ ચેતનવંતી બનાવજો.
દીક્ષા લેવા દ્વારા ત્યાગી, વૈરાગી અને સાત્ત્વિક વ્યક્તિને છાજે તેવું પરાક્રમ કરવા બદલ ધન્યવાદ. કેવી અનંત પુણ્યરાશિ ભેગી થાય ત્યારે આત્મહિતચિંતક નિઃસ્વાર્થી ગુરુમાતા મળે ! આત્મહિતચિંતક ગુરુમાતા તમને પણ મળ્યા એ તમારું પરમ સૌભાગ્ય છે. એમના અંતરના આશિષ હોય પછી શું અશક્ય છે ? સન્માન્ય સ્થાન હોય અને સન્માર્ગ ખેડવાની ટેક હોય પછી શું અશક્ય છે ?
P
થનગનતા ઉલ્લાસથી દીક્ષા લેવાનો પ્રથમ પ્રયાસ ખૂબ જ મંગળમય થયો છે કે જે નજીકના જ કાળમાં ઈષ્ટસિદ્ધિનું સૂચક છે. કર્મવશ ગમે તેવા કપરા સંયોગો આવે તેમ છતાં ધૈર્ય અને હિંમત કદાપિ ગુમાવશો નહિ. સંયમમાર્ગ એ વીરનો માર્ગ છે, શૂરવીર વિવેકીનો માર્ગ છે. કાયરનું અહીં કામ નથી. કવિ નર્મદનું સૂત્ર યાદ છે ને ?
૧. ડગલું ભર્યું, તે ભર્યું. ના હટવું. ના હટવું.
૨. યા હોમ કરીને પડો. ફતેહ છે આગે.
૩.
કહેવાય છે કે તમે માત્ર એક ડગલું ભરો તો ઈશ્વર ૯૯ ડગલા સામે ચાલીને આવે છે.