________________
ઉદ્વિગ્નતા આવે તો સમજવું કે ‘ક્ષાયોપમિક ક્ષમા-ઉપશમભાવ આવેલ નથી.' અભિમાની તરીકે આપણી છાપ ઉભી ન થાય તે માટે આપણે જાહેરમાં સ્વપ્રશંસા ન કરીએ પણ કોઈ આપણી પ્રશંસા કરે તો તે મનમાં ગમે તો સમજવું કે ‘વિશુદ્ધ ક્ષાયોપશમિક નમ્રતા આવેલ નથી.' સ્વપ્રશંસામાં અકળામણ થાય તો સમજવું કે ક્ષાયોપશમિક નમ્રતા આવી છે. ‘કોઈ મારું જાહેરમાં અપમાન કરે તો સારું, જેથી મારું અશુભ કર્મ ખપે. મારી સાથે બધા પ્રતિકૂળ વ્યવહાર કરે તો સારું, જેથી મને ક્ષમાગુણ કમાવવાની તક મળે.’ આવા મનોરથો જાગે તો સમજવું ક્ષાયોપશમિક ઉપશમભાવની ભૂમિકા તૈયાર થઈ રહી છે.
(6
“કાઉસગ્ગમાં ૫/૭ મચ્છર શરીરને ડંખ મારે તો સારું, બપોરે દૂરના ઘરમાં ગોચરી બોલાવનાર આવે તો સારું, કોઈને પ્રતિકૂળ હોય તેવી જ ગોચરી મને વાપરવા મળે તો સારું, કોઈ ન લે તેવા જ ઉપકરણો મને મળે તો સારું, મકાનમાં બધાને અનુકૂળ જગ્યા મળી જાય પછી બચેલી પ્રતિકૂળ જગ્યાએ મારું આસન ગોઠવાય તો મજા આવશે” આવી ભાવના અંતરમાં સહજ રીતે જાગે તો સમજવું કે ક્ષાયોપશમિક ભાવે દેહાધ્યાસત્યાગની ભૂમિકા સુંદર રીતે તૈયાર થઈ રહી છે.
કોઈને પણ ખબર ન હોય તેવી આપણી નાની પણ ભૂલ ગુરુદેવને, વડીલને જણાવવાની ભાવના થાય, તેની આલોચના કરવા તૈયાર થઈએ, ભૂલનો કદી બચાવ ન કરીએ, આપણી ભૂલ ન હોય છતાં આપણને ઠપકો મળતાં આનંદ થાય તો સમજવું ‘ક્ષાયોપશમિક સરળતાનો અને નમ્રતાનો પાયો અંદ૨માં મજબૂત રીતે તૈયાર થઈ રહ્યો છે.'
વિજાતીયને જોવાની તક મળે, જોઈએ છતાં ન પકડાઈએ, આપણી બહાર છાપ ખરાબ ન થાય તેવી પાકી શક્યતા હોય તેમ છતાંય આપણને જુવાનીમાં વિજાતીયદર્શનની રુચિ પણ ન
૫૬