________________
થાય તો કામાધ્યાસત્યાગ ક્ષાયોપશમિક ભાવનો સમજવો.
જો મોક્ષે જવું હોય તો આવું કર્યા વિના છૂટકો જ નથી. આ સિવાય બીજો કોઈ માર્ગ નથી શુદ્ધિકરણનો. તેથી “ક્ષાયોપશમિક ભાવે સરળતા, નમ્રતા, ઉપશમભાવ તથા દેહાધ્યાસત્યાગ અવશ્ય લાવી આપે તેવી બિનશરતી ગુરુશરણાગતિ કેળવીને આપણે બધા વહેલી તકે પરમપદને પામીએ તેવું વિવેકદૃષ્ટિગર્ભિત સામર્થ્ય મળે.” એવી પરમાત્માને પ્રાર્થના. તત્રસ્થ સર્વે સંયમી ભગિનીઓને વંદનાદિ વિદિત કરશો.
લખી રાખો ડાયરીમાં...
નિંદા કરવાની જેમ નિંદા સાંભળનાર પણ અવશ્ય ગુનેગાર છે.
૫૭