________________
ચાર દૃષ્ટિ પામીએ
આપણને જે અમૂલ્ય - દુર્લભ સંયમજીવન કલિકાળમાં પ્રાપ્ત થયું છે તેને બળવાન / પ્રબળ નિર્જરાકારક / પુણ્યાનુબંધી પુણ્યનું પ્રાપક / વિશદ વિશુદ્ધિનું સંપાદક બનાવવું હોય તો જીવનમાં ૪ પ્રકારની દૃષ્ટિ કેળવવા જેવી છે.
(૧) માઈક્રોસ્કોપ જેવી દૃષ્ટિ.
માઈક્રોસ્કોપ નાનામાં નાની વસ્તુને મોટી દેખાડે. ચર્મચક્ષુથી અગમ્ય સૂક્ષ્મ વસ્તુને પણ બતાવે. તેમ પરગુણદર્શન અને સ્વદોષદર્શન માટે જીવનમાં આપણે માઈક્રોસ્કોપ જેવી દૃષ્ટિ કેળવવા જેવી છે. કાંકરા જેવા નાનકડા પરગુણને મેરુ જેવો મહાન દેખીએ. સ્વદોષને રજના બદલે ગજ જેવો જોવો. આમ થાય તો મોહનીય કર્મનો સાનુબંધ ક્ષયોપશમ આત્મસાત્ થતો જાય. પરંતુ સ્વગુણને અને પરદોષને જોવા માટે માઈક્રોસ્કોપષ્ટિનો ઉપયોગ થઈ ન જાય તેનો સતત ખ્યાલ રાખવાનો છે. આવા શીર્ષાસનથી જ આપણે અનાદિકાળથી ભવભ્રમણ કરીએ છીએ. માઈક્રોસ્કોપ તો ૨૪ કલાક સતત આંખે રાખીને જોઈ ન શકાય. માઈક્રોસ્કોપ મેળવવા, સાચવવા માટે પણ આપણે પરાધીન રહેવું પડે. જ્યારે માઈક્રોસ્કોપ જેવી દિષ્ટ તો આપણને કાયમ સ્વાધીન છે. માઈક્રોસ્કોપ વિનાશી છે, માઈક્રોસ્કોપ દૃષ્ટિ અવિનાશી બની શકે છે. તેવી દૃષ્ટિ અવિનાશી પદને પમાડનાર છે. માઈક્રોસ્કોપ પૌદ્ગલિક છે, ભૌતિક છે. જ્યારે માઈક્રોસ્કોપદષ્ટિ આધ્યાત્મિક છે. ગુણવિકાસ માટે આવી દૃષ્ટિ પામ્યા વિના છૂટકો જ નથી.
(૨) X-Ray જેવી દૃષ્ટિ
X-Ray ક્યારેય બહારની ચામડી ન બતાવે પણ બહારની
૫૮