SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દોમાં જણાવી છે. તેની વ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે પણ સ્યાદ્વાદના બોધ વગર ‘દ્રવ્યસમ્યદૃષ્ટિસ્તુ સ્વાત્' આમ જણાવેલ છે. માટે પારમાર્થિક સમ્યગ્દર્શન, નૈૠયિક મોક્ષમાર્ગ પામવો હોય તો અનેકાન્ત શૈલીથી તત્ત્વચિંતન કરવું જ રહ્યું. સૂત્રથી તમામ ૧૪ પૂર્વધરો સમાન હોવા છતાં અર્થચિંતનની અપેક્ષાએ તેઓના જ્ઞાનમાં અનંતગણો તફાવત પડે છે. આવું શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે. ફક્ત એક શ્લોકનું ચિંતન કરવા દ્વારા દ્વાદશારનયચક્ર ગ્રન્થનું સર્જન શ્રીમલ્લવાદી સૂરિ કરી શકે, ત્રિપદીના ચિંતનથી ગણધર ભગવંતો દ્વાદશાંગીની રચના કરી શકે, વિવિધ શાસ્ત્રોનું ચિંતન કરીને શ્રીહરિભદ્રસૂરિજી ૧૪૪૪ ગ્રન્થરત્નનું નવનિર્માણ કરી શકે તે ‘જિનવચનચિંતન' યોગ કેટલો પ્રભાવશાળી હશે? ‘ઉપશમવિવેક-સંવર' આ ત્રણ પદના ચિંતન દ્વારા ચિલાતીપુત્ર સંયમસાધનાના શિખરે આરુઢ થઈ ગયા તે અનુપ્રેક્ષાયોગ કેટલો મહાન હશે ? માંહીંયક્ષોપશમના સહકારી અને જ્ઞાનાવરણક્ષયોપશમના માધ્યમથી જે તત્ત્વચિંતન કરી શકે છે તે જ જિનવચનના રહસ્યાર્થનેગૂઢાર્થને પરમાર્થથી સમજી શકે છે, ભાવઆજ્ઞાયોગને મેળવી શકે છે. ભગવાનની પ્રધાન આન્ના આત્મનિર્મળતાને સાધવાની છે. આત્માને કલુષિત કરી કેવળ તિથિની દ્રવ્ય આરાધના કરવામાં તો વાસ્તવિક રીતે ભગવાનની ગૌણ આજ્ઞા પણ પળાતી નથી - આ ગંભીર ત્રિકાલ અબાધિત સર્વક્ષેત્રીય સિદ્ધાન્તને ચિંતન-મનન વગર સમજવોસ્વીકારવો એ અશક્યપ્રાયઃ છે. ‘ઋષિને હણીને પણ તેમના મોરપીંછ લાવજો, પરંતુ તેમને પગથી અડીને આશાતના ના કરશો ! આવી બાલિશ વાત અનુપ્રેક્ષાના દેવાળાને સૂચવે છે. ગૌણ-મુખ્ય જિનાજ્ઞાને હાર્દિક રીતે સમજવા માટે ચિંતન-મનન અનિવાર્ય છે. માટે રોજ એકાદ શ્લોક ઉપર શક્તિને છૂપાવ્યા વિના માર્ગાનુસારી બોધથી ચિંતન-મનન કરવાની કમ સે કમ ૧૫ મિનિટ પણ ટેવ પાડવી જોઈએ. ૩૧૨
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy