________________
થાય. ઉપયોગ વિના દ્રવ્યસ્વાધ્યાય થાય. “
તત્ત, તત્તેજે, તસવસાણ ૩વસU...” આવું કહેવા દ્વારા અનુયોગદ્વાર સૂત્રમાં પણ ભાવ આવશ્યક, ભાવ સ્વાધ્યાય ઉપર ભાર મૂકેલ છે. માટે ગાથા ગોખવામાં, પુનરાવર્તનમાં, પ્રતિક્રમણ વગેરેમાં સૂત્ર બોલવામાં કે સાંભળવામાં જેટલો અર્થનો ઉપયોગ વધે તેટલો ભાવ સ્વાધ્યાય વધે. ઉપયોગ ન હોય તો સૂત્ર, સૂત્રનું પદ વગેરે બોલ્યા કે નહિ? તેનો ખ્યાલ જ ન રહે, તેના સંસ્કાર ન પડે, સૂત્રઉચ્ચારણનો તાત્ત્વિક લાભ ન મળે. માત્ર ગળું સૂકાય-શોષાય-છોલાય, પુણ્ય પણ અનુબંધહીન બંધાય, અનનુષ્ઠાનમાં કેવળ વધારો થાય. મોઢેથી બોલેલા શબ્દો હૃદયને ન અડે તો આપણામાં અને રેડીયો-ટેપરેકોર્ડરમાઈકમાં શું ફરક? માટે સૂત્ર-શાસ્ત્રવચન બોલતી વખતે ખાસ અર્થનો ઉપયોગ રાખીને ત્રીજા નંબરનો પ્રમાદ છોડવો.
(૪) જિનવચનમાં ચોથા નંબરનો પ્રમાદ એટલે જિનવચન વિશે અનુપ્રેક્ષા, ચિંતન, મનન કરવાની બેદરકારી. સૂત્ર-ગાથા-શ્લોક બોલતી વખતે અર્થનો ઉપયોગ રાખવા કરતાં પણ તેના ઉપર ઊહાપોહ, ચિંતન-મનન કરવું તે ઘણું અઘરું છે. કારણ કે તેના માટે મોક્ષમાર્ગનો ઊંડાણથી બોધ જોઈએ, પૂર્વભવની આરાધનાનું વિશિષ્ટ બળ જોઈએ તથા નિર્મળ ક્ષયોપશમ જોઈએ. જિનવચન એ શેરડીનો ટુકડો છે. અનુપ્રેક્ષા-ચિંતનરૂપી દાંતથી તેને ચાવીએ તો જ તેમાંથી વિશેષ પ્રકારની મીઠાશનો અનુભવ થાય. ઉત્સર્ગ-અપવાદના વચનો, નિશ્ચય-વ્યવહારનયની વાતો, નય-નિક્ષેપ-પ્રમાણની મીમાંસાઓ, સ્યાદ્વાદ અને સપ્તભંગીની શૈલી તથા ષડ્રદર્શનનું દોહન મેળવવું હોય તો અનુપ્રેક્ષા-ચિંતન કર્યા વિના છુટકો જ નથી. સર્વવ્યાપી સ્યાદ્વાદના નિર્મળ બોધ વિના નૈૠયિક સમ્યગુદર્શન પણ ન સંભવે, ભલે ને જીવનભર ચારિત્રાચાર કે જીવદયા પાળીએઆવી વાત સન્મતિર્મમાં શ્રીસિદ્ધસેનદિવાકર સૂરિજીએ નિયમેળ સહંતો છાપ, માવો ન સક્રૂ' (૩/૨૮) આ રીતે સ્પષ્ટ
૩૧૧