________________
(૫) પાંચમા નંબરનો જિનવચનવિષયક પ્રમાદ એટલે પ્રત્યેક જિનવચનના રહસ્યાર્થને-પરમાર્થને પામવાની તીવ્ર તાલાવેલીનો અભાવ. જિનવચન વિશે ચિંતન કરવા કરતાં પણ તેના ગૂઢાર્થનેચરમાર્થને-પરમાર્થને હૃદયથી સમજવાની-સ્વીકારવાની ઉત્કટ તમન્ના જગાવવી તે તો ઘણું અઘરું ને કપરું કામ છે. કારણ કે તે માટે અત્યંત મધ્યસ્થ મનોવૃત્તિ, સરળતા, માર્ગાનુસારી તીવ્ર ક્ષયોપશમ, પાપભીરુતા, ભવભીરુતા તથા નિકટમોક્ષગામિતા વગેરે અનેક ગુણો જરૂરી છે.
પોતાની ધારણા-માન્યતા મુજબ જિનવચનને તાણવાની કુટિલ ત્તિ હોય તે જિનવચનના પરમાર્થને પામી ન શકે. પ્રભુવચનના પરમાર્થને પામવાની તાલાવેલી પણ તેને જાગી ન શકે. રાગદ્વેષરહિત, પારદર્શક, સ્પષ્ટ, નિર્મળ આત્મપરિણતિ કેળવવી એ જ પારમાર્થિક જિનાજ્ઞા છે. આવી સમજણ અભવ્યને, દૂરભવ્યને, સંસારરસિકને, કદાગ્રહીને, નિંદારસિકને, બહિર્મુખવૃત્તિવાળાને ક્યારેય ન આવી શકે. આપણે પ્રત્યેક જિનવચનના પારમાર્થિક રહસ્યાર્થને પામવા-પચાવવા તત્પર રહીએ તો જ પાંચમા નંબરનો પ્રમાદ છૂટે.
(૬) છઠ્ઠા નંબરનો જિનવચનવિષયક પ્રમાદ એટલે શક્તિને છૂપાવ્યા વિના જિનવચનને અમલમાં મૂકવાની તૈયારીનો અભાવ. જે સમજણ સારું પરિણામ ન લાવે તે સમજણ વાંઝણી કહેવાય. જિનાજ્ઞાના અર્થને-પરમાર્થને સમજ્યા પછી પણ ઉત્સાહથી તેને કાયમી અમલમાં મૂકવાનું તો ઘણું કપરું છે. કારણ કે તે માટે દેહાધ્યાસ, નામાધ્યાસ, કામાંધ્યાસ, અહંકાર, સુખશીલતા, સ્વાર્થવૃત્તિ, લાલસા, તૃષ્ણા વગેરે અનેક દોષો આપણને નડે છે.
કોઈની હાજરીમાં જિનવચનને અમલમાં મૂકીએ, કોઈની ગેરહાજરીમાં અમલમાં ન મૂકીએ, શક્તિને છૂપાવીને જિનવચનને અમલમાં મૂકીએ તે પણ એક જાતનો પ્રમાદ જ છે. આવું કરવામાં જિનવચનના અમલની પ્રધાનતા નથી થતી. પરંતુ શક્તિને
[૩૧૩