________________
છૂપાવવાની પ્રધાનતા થાય છે. સંવિગ્ન સંયમીમાં આપણો નંબર લગાવવો હોય તો આ છઠ્ઠા નંબરનો પ્રમાદ છોડ્યા વિના છૂટકો નથી. શાસ્ત્રની જાણેલી વાતો માત્ર કાનમાં કે જીભમાં કે મગજમાં અટકે તેનાથી આપણો મોક્ષ ન થાય, જીવનમાં ઉતરે તો જ મોક્ષ થાય.
(૭) જિનવચનને વિશે સાતમા નંબરનો પ્રમાદ એટલે જિનવચન મુજબ આપણા અનુભવને ઘડવાની તૈયારીનો અભાવ. આપણા અનુભવની અને જિનાજ્ઞાની દિશા જ્યાં સુધી અલગ હોય ત્યાં સુધી જિનવચનના પાલનમાં હાર્દિક ઉત્સાહ ન જાગે. તારક જિનાજ્ઞા એમ કહે કે “સહન કરવામાં મજા છે અને આપણો અનુભવ એમ કહે કે “સામનો કરવામાં મજા છે- તો સહન કરવાની જિનાજ્ઞા જાણવા છતાં તેના પાલનમાં ઉત્સાહ ન જાગે.
તપમાં, ત્યાગમાં, વૈરાગ્યમાં, અંતર્મુખતામાં, સરળતામાં, નમ્રતામાં, સંતોષમાં સુખ છે એમ જિનાજ્ઞા કહે છે. પરંતુ આપણો અનુભવ પારણામાં, ભોગસુખમાં, રંગરાગમાં, બહિર્મુખતામાં, આડંબરમાં, દંભમાં, અહંકારમાં મજા છે.” આવું જો કહે તો કોઈ ન જાણે તે રીતે કેવળ આત્મસાક્ષીએ તપ-ત્યાગ વગેરે કરવામાં ઉત્સાહ જાગવો ઘણો અઘરો છે.
જિનાજ્ઞા જેમાં મારકતાનું જ્ઞાન કરાવે તેમાં આપણો અનુભવ જો તારકતાનું, સુખસાધનતાનું, પ્રસન્નતાનું સર્ટીફીકેટ આપે તો નિંદાશ્રવણ, વિજાતીયદર્શન, અનુકૂળતાસેવન વગેરે મારક તત્ત્વોથી દૂર રહેવું અશક્યપ્રાયઃ બને. જ્યાં સુધી જિનવચન અને આપણો અનુભવ-આ બે વચ્ચે વિસંવાદ સર્જાતો રહે ત્યાં સુધી મોક્ષ થવો કદાપિ કોઈ પણ રીતે શક્ય નથી.
જિનવચનને માત્ર બૌદ્ધિક રીતે સ્વીકારે તે અભવ્ય-દૂરભવ્યની ભૂમિકા સંભવે. હાર્દિક સ્તરે સ્વીકારે તે સમકિતીની ભૂમિકા અને અનુભવના સ્તરે સ્વીકારે તે સંયમીની ભૂમિકા. સર્વ પ્રકારના
3१४