________________
જિનવચનને હૃદયથી સ્વીકારીને એકાદ જિનવચન અને આપણા અનુભવ વચ્ચે સંપૂર્ણપણે સુસંવાદીતા સર્જાય તો પ્રાયઃ તે ભવમાં મોક્ષ થઈ જાય; બે-પાંચ ભવથી વધુ મોડું તો ન જ થાય. ગજસુકુમાલ મુનિ, બંધક મુનિ, ધર્મરુચિ અણગાર વગેરે આ હકીકતની સત્યતા પુરવાર કરે છે.
સર્વ તારક યોગની, સર્વ જિનાજ્ઞાની અનુભવના સ્તરે આરાધના બધા જીવ કઈ રીતે કરી શકે ? અસંખ્ય સદનુષ્ઠાનો છે. અસંખ્ય જિનાજ્ઞાઓ છે. તે તમામની અનુભવના સ્તરે એક જ ભવમાં આરાધના કોઈ જીવે કરી હોય એવું કોઈ શાસ્ત્ર જણાવતું હોયએવું ખ્યાલમાં નથી. પરંતુ એકાદ યોગને અનુભવની એરણ ઉપર ઘડવામાં આવે તો સામર્થ્યયોગમાં તેનું પરિણમન થાય અને કૈવલ્યલક્ષ્મી પ્રાપ્ત થાય-એના ઢગલાબંધ ઉદાહરણો શાસ્ત્રમાં ટાંકેલા છે.
જિનપૂજાથી નાગકેતુ, ઈરિયાવહીથી અઈમુત્તામુનિ, પારિષ્ઠાપનિકા સમિતિથી ઢઢણમુનિ, સ્વનિંદાથી ઈલાયચીકુમાર, સહિષ્ણુતાથી દઢપ્રહારી-ખંધકમુનિ-ઝાંઝરીયા મુનિ વગેરે, ક્ષમાપનાથી મૃગાવતીજી, ગુરુસમર્પણભાવથી ચંડરુદ્રાચાર્યના શિષ્ય, ગુરુભક્તિથી પુષ્પગુલા સાધ્વીજી, પ્રતિજ્ઞાપાલનદઢતાથી યમુન રાજર્ષિ, આત્મજાગરણથી પ્રસન્નચંદ્રરાજર્ષિ, અશુચિભાવનાથી ભરત ચક્રવર્તી, વૈરાગ્યભાવનાથી પૃથ્વીચંદ્ર-ગુણસાગર, ઉપશમભાવથી ગજસુકુમાલ મુનિ, અન્યત્વભાવનાથી મરુદેવા માતા વગેરે કેવલજ્ઞાન પામ્યા તેમાં કોઈ પણ એક યોગનો અનુભવના સ્તરે સ્વીકાર-સત્કાર-સન્માન કરી તેને સામર્થ્ય-યોગમાં પરિણમાવવાની કુશળતાએ જ મુખ્ય ભાગ ભજવેલ છે. આમ આપણા અનુભવને જિનવચન મુજબ બનાવવાની ગરજ જેટલી તીવ્ર બને તેટલી મુક્તિ વધુ નિકટ આવે. માટે મોક્ષને ઝડપથી મેળવવા આપણે સાતમા નંબરના પ્રમાદને પણ ઝડપથી છોડવો જ રહ્યો. જિનવચન વિશે સાતેય પ્રકારના પ્રમાદનો પરિહાર ઉત્તરોત્તર
૩૧૫)