________________
વધુ ને વધુ અઘરો છે. પરંતુ મોક્ષ પણ સહેલો તો નથી ને ! સર્વદા-સર્વત્ર સાતેય પ્રકારના પ્રમાદનો પરિત્યાગ આજે આપણે કદાચ કરી ન શકીએ- તેવું શક્ય છે. પણ તે દિશામાં ભીષ્મ પ્રતિજ્ઞાપૂર્વક ભગીરથ પુરુષાર્થ તો આજથી જ શરૂ કરી દઈએ અને આ જ ભવમાં આપણો આ પ્રયત્ન મહદંશે સફળ બને તેવી આજીવન પ્રામાણિકતા ટકી રહે તેવી આ મંગલ ઘડીએ પરમાત્માને પ્રાર્થના કરીએ.
(લખી રાખો ડાયરીમાં..."
સાધુનું લક્ષ્ય - (૧) પર્યાય વધે તેમ પુણ્યોદય ભલે ન વધે, ગુણ વધવા જ જોઈએ. (૨) તપ વધે તેમ શરીર ઘટે કે ના ઘટે, આહારસંજ્ઞા ઘટવી જ જોઈએ. (૩) સ્વાધ્યાય વધે તેમ વિદ્વત્તા આવે કે ન આવે, અંતર્મુખતા તો આવવી જ જોઈએ. (૪) શાસનપ્રભાવકતા આવે કે ન આવે, ગુર્વાજ્ઞાની આરાધતા આવવી જ જોઈએ. કેવળ બાહ્ય લાભ-નુકશાન દેખે તે નાસ્તિક, આંતરિક લાભ-નુકશાન દેખે તે આસ્તિક, સર્વત્ર કેવળ આંતરિક ગુણલાભ જ દેખે તે ધાર્મિક.
૩૧૬