________________
જીભની નહિ, જીવન જીવવાની વફાદારી કેળવીએ.
સંયમજીવનમાં ઘણીવાર ઘણાને એવા મનોરથ જાગે છે કે (૧) “હું શાસનની જોરદાર પ્રભાવના કરું.” (૨) “પ્રવચન-શિબિર વગેરે માધ્યમથી અનેકને પ્રતિબોધ કરું.” (૩) “સામૂહિક તપશ્ચર્યાના રેકોર્ડ ઊભા કરાવું.” (૪) “ગામેગામ દેરાસરની પ્રતિષ્ઠા-અંજનશલાકા કરાવું.” (૫) “અનેક ભવ્યાત્માઓને દીક્ષા આપું.” (૬) “પુષ્કળ સંખ્યામાં ચોથા વ્રતની બાધા આપું.” (૭) “લોકોના ટી.વી., વિડીયો, વ્યસન, ફેશન, ટેન્શન છોડાવું.” (૮) “ગર્ભપાત બંધ કરાવું.” (૯) “કતલખાના બંધ કરાવું.” (૧૦) "જ્ઞાનની આશાતના બંધ કરાવું.” (૧૧) “લોકોને સ્વાવલંબી બનાવું.” (૧૨) “ગુપ્તદાનની આરાધના વધુ પ્રમાણમાં કરાવું.” (૧૩) શાસનપ્રભાવના, સંઘસેવા, ઋણમુક્તિ, તીર્થરક્ષા, પશ્ચિમી સંસ્કૃતિનો પ્રતિકાર, સડેલા રાજકારણ પ્રત્યેની મનોવ્યથા, દેશની દુર્દશા, હુંડા અવસર્પિણી કાલની વિકૃતિઓ, ગુંડાગીરી, અસામાજિક તત્ત્વોનો વધતો પ્રભાવ... ઈત્યાદિ સેંકડો બાબતમાં વ્યથિત હાલતમાં અનેક સમર્થ પ્રભાવકોને નિહાળેલા છે.
શાસનની રક્ષા, પ્રભાવના વગેરે અંગેની ભાવના-વેદના ખરેખર ઉત્તમ છે. પરંતુ એક હકીકત સમજી રાખવા જેવી છે કે શક્તિ છૂપાવ્યા વિના શાસનની હાર્દિક ઉપાસના કરવાની બાબતમાં જો ઉપેક્ષા હોય તો શાસનપ્રભાવનાની ભાવના એ માત્ર ઘેલછા બની જાય છે. પ્રવચન-શિબિર વગેરેના માધ્યમથી બીજાને પ્રતિબોધ કરવાની તીવ્ર તમન્ના હોવા છતાં જે દોષ પોતાને નડતો હોય તે દોષને કાઢવાની બાબતમાં પોતાની જાતને સમજાવવાની પૂરેપૂરી બેદરકારી હોય, બેરોકટોક દોષસેવન-વિરાધના ચાલુ જ હોય તો પરપ્રતિબોધની ભાવના પણ બોગસ બની જાય.
બીજાને સમજાવવાનું સહેલું છે પણ જાતને સમજાવવાનું જ અઘરું
૨૧૭