________________
અને કપરું કામ છે. યોગસારમાં જણાવેલ છે કે ઉદ્દેશવિના किञ्चित् कथञ्चित् कार्यते परः । स्वात्मा तु स्वहिते योक्तुं मुनीन्द्रैरपि દુઃ ।' મતલબ કે વ્યાખ્યાન વગેરે દ્વારા બીજાને આરાધના કરાવવી સરળ છે. પરંતુ પોતાની જાતને આત્મકલ્યાણમાં જોડવાનું કામ તો આચાર્ય ભગવંતો માટે પણ દુષ્કર છે, મુનિઓની તો શી વાત કરવી? સલાહ આપવી સરળ છે, સ્વજીવનમાં ઉતારવી અઘરી છે.
દેશનાલબ્ધિથી કે પ્રવચન-શક્તિથી સામૂહિક તપશ્ચર્યા કરાવવાની ભાવના પણ નિર્માલ્ય બની જાય, જો શક્તિ મુજબ ચોમાસામાં કે શેષકાળમાં તપ-ત્યાગમાં લેશ પણ પ્રવૃત્તિ ન કરીએ તો. પ્રતિષ્ઠા કરાવવાની કામના પણ આત્મવંચના બની જાય, જો હ્રદયમાં પરમાત્માને કે જિનવચનને પ્રતિષ્ઠિત કરવાની કોઈ ઝંખના ના હોય તો. બીજાને દીક્ષા આપવાની તાલાવેલી હોય પણ પોતાના જીવનમાં સંયમના પરિણામ જગાવવાની, વધારવાની, દઢ કરવાની લગની ના હોય તો દીક્ષાદાનની તાલાવેલી પણ કેટલી કલ્યાણકારી બને ? તે પણ મોટો પ્રશ્ન છે..
બીજાને ચોથા વ્રત ઉચ્ચરાવવાની વિચારણા હોવા છતાં પોતાના જીવનમાં બ્રહ્મચર્યના પાલનમાં ચુસ્તતા ન હોય, બેદરકારી હોય તો તેવા મનોરથથી વિશિષ્ટ આત્મકલ્યાણ સાધી શકાય નહિ. બીજાને ટી.વી. વિડીયો વગેરે છોડાવવાની ભાવના હોવા છતાં પોતાના હૃદયમાં તેનું આકર્ષણ ઉભું જ હોય તો તેવી ભાવના પણ પોકળ સમજવી. સ્વયં છાપા, પૂર્તિ, સાપ્તાહિક, મેગેઝીન, સીને સંદેશ, પોસ્ટરો, દીક્ષાના આલબમ વગેરેમાં વિજાતીયના ચિત્રો ધરાઈને જુએ અને લોકોને સિનેમા, ટી.વી. વિડીયો, ચેનલ વગેરેના ત્યાગની પ્રતિજ્ઞા આપવા જોરશોરથી પાટ ગજાવે કે પ્રેરણા કરે તો તે જ્ઞાનીની દૃષ્ટિમાં હાસ્યાસ્પદ કે દયાપાત્ર જ બને. એમાં કોઈ આશ્ચર્ય નથી.
૩૧૮