________________
પોતાના જીવનમાં ચા, ફુટ, ફરસાણ, મીઠાઈ, મુખવાસ વગેરેના વ્યસન હોય તે જરા પણ ખૂંચે નહિ. દિવસની ઊંઘ વગેરે નવી નવી ટેવ-કુટેવ પાડવાનું ચાલુ હોય અને લોકોને વ્યસન છોડાવવા ગળા ઘસે તેનું ફળ કેટલું મળે ? તે તો જ્ઞાની જાણે.
એક બાજુ વિભૂષા કરવી ગમે, વિભૂષિત વિજાતીયના દર્શન જયે, દાંત ચમકતા રાખવા ચે, ઉજળા-નવા કપડા, લેટરપેડ વગેરે જ ફાવે, સોનેરી ફ્રેમ-ગોગલ્સ ચશ્મા ગમે, આધુનિક સાધનોનો છૂટથી વપરાશ ગમે અને બીજી બાજુ લોકોને ફેશન છોડાવવા તનતોડ પ્રયત્ન કરે તો તે કેટલા અંશે પોતાના માટે આત્મકલ્યાણકર બને ? તે એક મોટી સમસ્યા છે. તેવી વ્યક્તિથી કોઈ પ્રતિબોધ પામે તો તેમાં પ્રતિબોધ પામનાર વ્યક્તિની ઉત્તમતા, હળુકર્મીતા જ મુખ્ય કારણ છે, ઉપદેશક વ્યક્તિનો પ્રભાવ નહિ. અભવ્યથી અનંતા જીવો મોક્ષમાં જાય તેમાં અભવ્યનો પ્રભાવ નહિ પણ મુક્ત થનાર જીવની યોગ્યતા, ઉત્તમતા, પુરુષાર્થ વગેરે જ મુખ્ય કારણ મનાય છે તેમ આ વાત સમજવી.
ગર્ભપાત, કતલખાના બંધ કરાવવાનો ઉપદેશ દેનાર જો . પોતાના જીવનમાં જયણા અને સૌમ્ય વાણીને ના અપનાવે અને બિનજરૂરી આરંભ-સમારંભ, દોષિત ગોચરીના ઓર્ડર, સાવદ્ય ભાષાનો છૂટથી વપરાશ, કઠોર-કર્કશ ભાષાના પ્રયોગો, બે-ચાર દિવસે દોષિત પાણીથી પોતાનો કાપ કાઢવાની/કઢાવવાની ઝંખના વગેરેને બેરોકટોક પ્રવેશ આપે તો ગર્ભપાત-કતલખાના બંધ કરાવવાનો ઉપદેશ એ સાધુવાણી બને કે પછી નટવાણી અને પ્રોફેસરનું લેક્ટર બને? તે પણ વિચારણીય મુદ્દો છે.
પોતે ગુરુને, ગુરુભાઈઓને, સહવર્તીઓને, ઉપાશ્રયના માણસોને ટેન્શન કરાવે, ટ્રસ્ટીઓને અને શ્રાવકોને પણ બિનજરૂરી ખર્ચાઓના ટેન્શન ઉભા કરાવે, સ્વયં નિરર્થક ભયથી ઘેરાયેલ રહે, પ્રોજેક્ટપ્રોગ્રામ-પ્લાનીંગ-ફંકશન-ફેડરેશન વગેરેના ટેન્શનમાં સ્વયં ગળાડૂબ
૩૧૯