________________
જતાં ગુસ્સો થાય. (૬) શેષ કાળમાં ઉપાશ્રયમાં નવા મહાત્મા પધારે તો અણગમો થાય. (૭) આપણે વ્યાખ્યાન કરતા હોઈએ એ સમયે બીજા લોકપ્રિય સારા પ્રવચનકાર પધારે તો ઉગ થાય. (૮) આપણે પાઠ લેતા હોઈએ ત્યારે કોઈ નવા સહાધ્યાયી તેમાં જોડાય તો અરતિ થાય. (૯) આપણી બાજુમાં ગ્લાન મહાત્મા બેસે તો અજંપો થાય. (૧૦) આપણા તપ-સ્વાધ્યાયાદિની પ્રશંસા થતી હોય ત્યારે આપણા કરતા વધુ તપસ્વી અને જ્ઞાની કોઈ મહાત્મા વિહાર કરીને પધારે તો એમની પ્રત્યે અપ્રીતિ થાય. આ બધા ચિહ્નો ધર્મપથ્યની અરુચિને જણાવે છે. લોકોત્તર મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવામાં આ મોટું વિઘ્ન છે. - સાધુ બનવું જેટલું જરૂરી છે તે કરતાં પણ સાધુ પ્રત્યે સદ્ભાવ હોવો તે વધારે જરૂરી છે. સાધુ બનવા માટે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. જ્યારે સાધુ પ્રત્યે અંતરંગ અહોભાવ જાગવા માટે દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. દર્શનમોહનીય કર્મના ક્ષોયપશમ વિના સાધુ થઈ જાય તે સાચો સાધુ ન હોઈ શકે. દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમમાં જ દીર્ઘકાળ લાગે છે. દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ થઈ ગયા પછી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થતાં બહુ વાર લાગતી નથી. માટે દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ અપેક્ષાએ વધુ અઘરો છે. તે થયા પછી મળેલ જ્ઞાન, ચારિત્ર, તપ વગેરે પણ સમ્યગું બની જાય છે. માટે તમામ અવસ્થામાં સાધુ પ્રત્યે સદ્ભાવ ટકી રહે તે માટે સતત જાગૃતિ રાખવી જરૂરી છે. - સાધુ ભગવંત સાથે અધિકરણ એટલે કે ઝઘડો થાય તો એના મૂળ કારણ તરીકે “આપણને સાધુ જ નથી ગમતા'- એમ માનવું રહ્યું. તો જ “મારી ચીજ શા માટે મારી રજા વિના લીધી ? મારી જગ્યાએ કેમ બેસ્યા ? મારી પરમીશન વગર મારી તરાણી કેમ વાપરી?” આવા ભાવો આવી શકે. અન્યથા લાભ મળ્યાનો, લોટરી લાગ્યાનો પરિણામ જાગે. હલકા ભાવો જાગે પછી અધિકરણની = ઝઘડાની ઉદીરણા ચાલુ થાય.
૪૬૨