________________
કબૂતરને માર્યાનું પાપ તો તેને લાગે જ છે. બિલાડી અને ઉંદરનું તો આપણે જાણીએ જ છીએ. બિલાડી કદાચ ૨૪ કલાકમાં એક પણ ઉંદર ન મારે છતાં પણ ૨૪ કલાક ઉંદરને મારવાની વેશ્યા તેને સતત પાપબંધ કરાવે જ છે.
આપણે મકાનની બહાર (કદાચ) ઈર્યાસમિતિ પાળીએ પણ મકાનમાં પાળીએ ખરા ? ઉપાશ્રયમાં પણ નિરંતર ઈર્યાસમિતિ પાળીએ તો જીવદયાના પરિણામ અવશ્ય જાગે.
મુહપત્તિનો ઉપયોગ રાખીએ તો “વાઉકાય પણ જીવ છે' એવી શ્રદ્ધા મજબૂત થાય અને આનાથી સમ્યગ્દર્શનની ભૂમિકા દઢ થાય. આચારાંગજીમાં શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં પાંચ એકેન્દ્રિયમાં સૌપ્રથમ પૃથ્વી-અપકાય-તેઉકાય-વનસ્પતિકાયનું નિરૂપણ કર્યું. પછી વાઉકાયનું નિરૂપણ કર્યું. આમ કેમ ? એનો જવાબ આપતા શીલાંકાચાર્ય કહે છે કે “વાઉકાય જીવ છે” એવી શ્રદ્ધા થવી જ મુશ્કેલ છે. બાકી ચારમાં આવું નથી. માટે વાઉકાયનું નિરૂપણ વનસ્પતિકાય પછી કર્યું.
વિશુદ્ધ બાલબ્રહ્મચારી પૂજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજા કહેતા હતા કે “એક સાધુ આજીવન એકાસણા કરે અને બીજો સાધુ કારણસર રોજ નવકારશી કરે પણ આદરભાવે મુહપત્તિનો ઉપયોગ સતત હોય, તો બીજા નંબરનો સાધુ ચઢીયાતો છે.” કેટલી સરસ વાત છે ! વાત પણ સાચી. એકાસણામાં મુખ્યતા કાયયોગની છે. જ્યારે મુહપત્તિના ઉપયોગમાં મુખ્યતા મનોયોગની છે. માત્ર કાયા ભળે તે યોગ કરતાં જેમાં મન પણ ભળે તે યોગ બળવાન જ બને ને ! વળી, એકાસણાદિ તપ આરાધના રૂપે અન્યને દેખાડી શકાય છે. જ્યારે મુહપત્તિનો ઉપયોગ સામાન્યથી લોકોમાં આરાધના તરીકે ગણના પામેલ નથી. તેથી નિરંતર મુહપત્તિનો ઉપયોગ રાખવા કરતાં નિત્ય એકાસણાની આરાધના સરળ છે. કેમ કે માન કષાય પોષાય તેવી આરાધના કરવામાં ઉત્સાહ જાગવો સહેલો છે. જ્યારે તે સિવાયની આરાધનામાં ઉત્સાહ જાગવો મુશ્કેલ છે.
૪૩૨