________________
કેટલું ભણ્યા ? શું તપ ચાલે છે ?' વગેરે પૂછનાર બીજા મળી શકે છે. પણ “સાંજે વસતિ જોઈ? કાયમ પૂંજીને બેસો છો? બોલતી વખતે મુહપત્તિનો ઉપયોગ નિરંતર રાખો છો ?” વગેરે પૂછનાર કે તે યોગની પ્રશંસા કરનાર જનસામાન્યમાં પ્રાયઃ કોઈ મળતા નથી. માટે મુહપત્તિનો ઉપયોગ રાખતા નથી. કાં તો “વાઉકાય જીવ છે' તેવી આપણને વ્યક્ત શ્રદ્ધા નથી. અથવા તેને બચાવવાની રુચિ નથી અથવા જિનાજ્ઞાપાલનનો તથાવિધ ઉત્સાહ નથી. પરંતુ આપણે સળં સવપ્ન નો વ્યવસ્થામિ કહેવા દ્વારા જે પ્રતિજ્ઞા કરી છે તેમાં વાઉકાયની છૂટ નથી લીધી. નિરર્થક હિંસા કરીએ, તેની આલોચના ન કરીએ, કદાચ બહારથી આલોચના કરીએ છતાં અંતરમાં તેનો ડિંખ ન હોય તો જે કર્મ બંધાય તે પ્રાયઃ મલિન અનુબંધવાળા બંધાયભોગવવા પડે તેવા બંધાય.
અહીં અસમાધિસ્થાનમાં ભૂકોવાફ શબ્દ મૂકેલ છે. મૂત્ર = મૂત = એકેન્દ્રિય જીવ. જે એકેન્દ્રિય જીવોને બચાવે તે વિકલેન્દ્રિય જીવોને તો સુતરાં બચાવે. શત્રુંજયની યાત્રા કરવામાં કે દેરાસર જવામાં જે ઉત્સાહ જાગે તેના કરતાં બોલવામાં કે કપડા સૂકવવામાં આપણાથી વાયુકાયની વિરાધના થઈ ન જાય, કીડી પગ નીચે ન આવે તે માટે ઉત્સાહ વધવો જોઈએ. તીર્થયાત્રા કરવામાં કે દેરાસર જવામાં સંયમના પરિણામ તાત્કાલિક પ્રગટ થાય જ તેવો નિયમ નથી. પરંતુ આશયશુદ્ધિથી પંચાચાર અને મહાવ્રતના પાલનથી સંયમના અધ્યવસાય નિયમા પ્રગટ થાય અને હોય તો ટકે-વધે.
શાસ્ત્રમાં બે પ્રકારના પાપની વાત કરી છે. અર્થદંડના પાપ અને અનર્થદંડના પાપ. અર્થદંડ એટલે કે પોતાના સત્ત્વની કચાશના કારણે કે સંયોગ વિપરીત હોવાના લીધે થતું અનિવાર્ય દોષનું સેવન. જેમ કે દોષિત પાણી વાપરવું, ટાઈફોડ વગેરે માંદગીમાં મોસંબીનો દોષિત રસ વાપરવો વગેરે. જયણાપૂર્વક દુભાતા દિલથી તે દોષનું સેવન કરીએ તો પણ તેનાથી કર્મબંધ તો થાય. પરંતુ તે કર્મના ઉદયમાં
૪૩૩