________________
અસમાધિ થાય જ તેવો નિયમ નથી. દોષ તરીકેનો સ્વીકાર, દોષસેવનનો રંજ, જયણા, પસ્તાવો, બળાપો, આલોચના, પ્રાયશ્ચિત્તવહન વગેરે પરિબળોના લીધે તે કર્મ નિર્જરી પણ જાય અથવા તે કર્મ નિરનુબંધ પણ થઈ શકે.
જ્યારે અનર્થદંડના પાપોમાં તો નિષ્કારણ દોષસેવન અને હિંસા થાય છે. સાંજે વસતિ ન જોવી, દોરી ન છોડવી, મુહપત્તિના ઉપયોગ વિના બોલવું, પૂંજ્યા વિના ટેકો દઈને બેસવું વગેરે દોષોના સેવનમાં સત્ત્વની કચાશ કારણ છે કે શ્રદ્ધાની કચાશ અને પ્રમાદ? ઓઘનિર્યુક્તિવૃત્તિમાં જણાવેલ છે કે “સાધૂનાં વરંગ: લાલતું
ત્પતે.” નિશીથસૂત્રમાં ટેકો લઈને બેસનાર સાધુને એક આયંબિલનું પ્રાયશ્ચિત્ત બતાવેલ છે. વૃદ્ધ-ગ્લાન-માંદાને પૂંજીને ટેકો લેવાની છૂટ છે. વગર કારણે પ્રમાદ કરીએ તો અનર્થદંડ કહેવાય. અને તેનો દંડ અને સજા વધી જાય. ' વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણી ક્ષમાશ્રમણ કહે છે કે “પિ ઉદ્દદકો નં રä પન્નવં ૨ મિચ્છત્ત (ા.ર૭૧૨) “ભગવાનના એક પણ વચનમાં, જિનોક્ત એક પણ દ્રવ્ય કે પર્યાયમાં શ્રદ્ધા-રુચિ ન હોય તેનામાં સમ્યક્ત નથી.” પછી તે મુહપત્તિના ઉપયોગ વિશે હોય, મકાનમાં ઈર્યાસમિતિના ઉપયોગ વિશે હોય, ટેકો લેવા વિશે હોય, સાંજે દોરી છોડવા વિશે હોય કે બીજી કોઈ પણ નાની-મોટી બાબતમાં હોય. બધે જ આ સમજી લેવું. શાસ્ત્ર તો mile stone ના પાટીયા છે. તે માત્ર માર્ગ દેખાડે. પણ ક્યાં જવું ? તે તો આપણે જ નક્કી કરવું પડે. ઝડપથી જવાનો ઉત્સાહ તો આપણે જ જગાડવો પડે.
વાચના-હિતશિક્ષા વગેરે જે મળે તે બધું જ mile stone ના બોર્ડ જેવું છે. ધોળકાથી અમદાવાદ જવા નીકળીએ ત્યારે ૪૦ કિ.મી. દૂર રહેલું અમદાવાદ દેખાતું નથી. પણ ૨૦ કિ.મી. ચાલીએ એટલે ૨૦ કિ.મી. નું અમદાવાદનું પાટીયું કે પથરો દેખાય. તે જોવાથી શ્રદ્ધા થાય કે આપણો રસ્તો સાચો છે. તથા હવે ચાલવાનું કેટલું બાકી
૪૩૪