________________
છે ? તેનો પણ સાચો ખ્યાલ આવે છે. અને તેથી ઉત્સાહ અને ચાલવાનો પુરુષાર્થ પણ વધે છે. તે રીતે શાસ્ત્રોમાં જીવોની વિવિધ ભૂમિકાઓ તથા ગુણસ્થાનકના અધ્યવસાયો અને ચિહ્નો બતાવેલા છે. તેને આધારે આપણું તાત્ત્વિક લક્ષ નક્કી કરીએ, આંતરિક મોક્ષમાર્ગ પકડીએ, તે તરફની સાચી દિશાની રુચિ જગાડીએ તો શાસ્ત્ર આપણને પુરુષાર્થ પ્રગટાવવામાં સહાયક બને તથા આપણને આંતરિક સમજણ આપે કે “મારો મોક્ષ હવે તો નજીક જ છે.” તેનાથી આરાધનામાં આપણો ઉત્સાહ બમણો થતો જાય.
જિનવચનની કે આત્મકલ્યાણની સાચી રુચિ ન હોય તો શાસ્ત્ર વાંચતા વિચાર આવે કે “આવું તો ઘણું ઘણું શાસ્ત્રમાં આવે છે. આપણે કેટલું કરીએ? કેટલા ઠેકાણે લાંબા-પહોળા થવું?...” આ પરિણામ જ મિથ્યાત્વની નિશાની છે. કારણ કે માર્ગની રુચિનો અભાવ કે વિપરીત રુચિને શાસ્ત્રકારો મિથ્યાત્વ શબ્દથી ઓળખાવે છે. જે દ્રવ્યથી સમ્યક્ત પામે તે ભાવથી સમ્યક્ત પામવાની લાયકાતને મેળવે છે. વાચના વગેરેથી પોતાના આંતરિક કર્તવ્યને જાણવું-સ્વીકારવું તે દ્રવ્યસમ્યક્ત. તે કર્તવ્યનું પાલન કરતાં કરતાં આત્મકલ્યાણની રુચિ બળવાન બને અને જીવ અંતર્મુખ બને તો ગ્રંથિભેદ કરવાની તાકાત પ્રગટે. દ્રવ્ય સમ્યક્ત મિથ્યાત્વની મંદતાનો સૂચક છે.
જેમ જેમ દ્રવ્ય સમ્યક્ત દ્વારા જિનાજ્ઞા પાલનની તથા આત્મકલ્યાણની રુચિ વધતી જાય તેમ તેમ મિથ્યાત્વ વધુ ને વધુ મંદ પડતું જાય. અને જીવ ગ્રંથિદેશ પાસે પહોંચે છે. “આ અનુષ્ઠાન આપણા કામનું નહિ. કેટલા ઠેકાણે લાંબા-પહોળા થવું? કેટલે પહોંચવું? છેલ્લા માયકાંગલા સંઘયણમાં કયાં બધી જિનાજ્ઞા પાળી શકાય? મોક્ષમાર્ગ આવો કપરો હોય ! આમાં આપણું કામ નહિ...” આવા તકલાદી વિચારો દ્રવ્યસમ્યત્ત્વની પણ ખામીને/ખોડખાંપણને સૂચવે છે.
તે કરતાં આ પ્રમાણે વિચારીએ કે “માર્ગ તો આ જ સાચો છે કે જેને વીતરાગ ભગવંતે બતાવેલ છે. મારા સત્ત્વની કચાશ છે
૪૩૫