________________
કે આ કરવાનું મન નથી થતું....” આમ અંદર ડંખ હોય તો દ્રવ્યસમ્યક્ત્વ પણ ટકે. ‘જેમ તલવાર અને મ્યાન બન્ને જુદા છે તેમ શરીર કરતાં હું ભિન્ન છું.' આવું અંતરમાં સ્વયં અનુભવથી ઉગે તે ભાવસમ્યક્ત્વની નિશાની. ભગવાને તો મોક્ષે જવા માટેના અસંખ્ય યોગો બતાવ્યા છે. એક જીવ બધા યોગોને પકડી શકવાનો નથી. કોઈ પણ મુક્તિગામી જીવે ચરમાવર્તકાળમાં બાહ્ય-આંતર બધા જ યોગોને આરાધ્યા નથી.
ઓઘનિયુક્તિ (ગા.૨૭૭)માં પણ કહેલ છે કે ‘કર્મક્ષયના આશયથી પ્રત્યેક યોગમાં વર્તતા અનંત જીવો મોક્ષમાં ગયા છે.’ પરંતુ ‘બધા જ યોગને આરાધીને પ્રત્યેક જીવ મોક્ષમાં ગયેલ છે' તેમ જણાવેલ નથી. મતલબ કે ક્ષયોપશમાનુસાર, શક્તિ મુજબ, સંયોગ અનુસારે, કાયાથી આરાધના તો અમુક યોગની જ હોય. પરંતુ અંતઃકરણમાં રુચિ તો સર્વ યોગની હોવી જ જોઈએ. અથવા એક પણ યોગની અરુચિ તો ન જ ચાલે. આવું હોય તો જ સમ્યક્ત્વ આવે અને ટકે.
શાસ્ત્રો તો માર્ગને જાણવાનું સાધન છે. તેનાથી ક્રમે કરીને (૧) માર્ગ જાણીએ, (૨) જાણેલા માર્ગની દઢ રુચિ ઊભી કરીએ, (૩) તે રુચિ દ્વારા યથાશક્તિ આચારચુસ્ત બનીએ. તેમ છતાં ગ્રન્થિભેદ થયેલ ન હોય તો પ્રધાન દ્રવ્યસમ્યક્ત્વ આવે અને (૪) પછી તે મજબૂત દ્રવ્યસમ્યક્ત્વ ગ્રન્થિભેદ કરાવીને ભાવસમ્યક્ત્વ અપાવે.
પણ આપણને કોઈ પાંચ મહાવ્રતની ૨૫ ભાવના પૂછે તો તે પણ યાદ ન હોય તો તે કેમ ચાલે ? કદાચ યાદ હોય તો તે પ્રમાણે કરવાનો ઉત્સાહ ન હોય. બીજા કોઈ યાદ કરાવે કે ટોકે તો ગમે નહિ. ઊલટું આપણે સામે સંભળાવીએ. દા.ત. કોઈ પૂછે -- “આજે કેમ ૧૦ ના બદલે ફક્ત ૫ ગાથા ગોખી ?” તો સામે કહેવાનું મન થાય કે “તમે તો રોજની ૨ ગાથા પણ નથી ગોખતા અને મને સલાહ આપવા ચાલી નીકળ્યા !” આ બધું મિથ્યાત્વનું સૂચક છે. મહામિથ્યાત્વ હોય તો જ (૧) બીજાના સારા વચનો ન ગમે.
૪૩૬