________________
(૨) આપણી ભૂલ કબૂલ ન કરીએ. માષ-તુષ મુનિને નાના પણ સાધુ ભૂલ બતાવે તો તે ખુશ થતા હતા અને તેમનો ઉપકાર માનીને ભૂલને સ્વીકારતા-સુધારતા હતા. આપણી વાત આનાથી તદન ઊંધી હોય તો તે કેમ ચાલે ? વડીલ કે ગુરુ પણ ભૂલ બતાવે કે ઠપકો આપે કે ટકોર કરે ત્યારે મોઢું બગડી જાય તે કેમ ચાલે ? “મૂળભૂત મોક્ષમાર્ગ પ્રત્યે રુચિ ન હોય તો જ વડીલ કે ગુરુ ભગવંત આપણી ભૂલ કાઢે ત્યારે આપણે તે ન સાંભળીએ કે સાંભળવું ન ગમે આટલું અંતઃકરણમાં દઢ કરી રાખવું. તે સમયે ઊલટું સામેવાળાની ભૂલ કાઢીએ અથવા આજુબાજુનાની ભૂલ દેખાડીએ તો કોઈએ મહેનતપૂર્વક આપણને કરાવેલ સાધુવેશપરિધાન સાવ નિષ્ફળ જ છે- તેમ સમજી રાખવું.
વડીલ કે ગુરુ ભગવંત આપણી ભૂલ કાઢે, ઠપકો આપે, કડવા શબ્દ બોલે ત્યારે તે પ્રેમથી સાંભળી, ભૂલને સ્વીકારી-સુધારી આત્મોત્થાન કરવું આ પણ એક પ્રકારનો અમોઘ યોગમાર્ગ છે. તથા અંદરમાં પ્રગટ થયેલી એક પણ યોગની અરુચિ જીવને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે. માટે “જ્યારે કોઈ મારામાં ખામી બતાવે ત્યારે મારે બીજાને આરોપીના પાંજરામાં પૂરવા નથી.” આટલું પણ જો જીવનમાં આવે તો દ્રવ્યસમ્યક્ત ટકશે. અને ભાવસભ્યત્વની યોગ્યતા, ભાવસમકિત આવવાની શક્યતા ઉભી રહેશે.
અહીં શાસ્ત્રકારો સટ્ટા = અનર્થદંડની વાત કરે છે. પૂજ્યા વિના બારી બંધ કરવી તેમાં આપણને લાગતો દોષ તે સકારણ નથી પણ બેદરકારીના કારણે-જીવદયાની ઉપેક્ષાને કારણે છે. જેમ કે બોલતી વખતે મુહપત્તિ મોં પાસે ન રાખવી, દોરી ઉપર સૂકવેલા લૂણા કે કપડા સૂકાયા બાદ પણ અડધો કલાક સુધી લટકતા-ઉડતા રહે. અહીં “વાઉકાય પણ જીવ છે. તેની વિરાધના ન થાય તે માટે તકેદારી રાખું” એ બાબતમાં સાવ ઉપેક્ષા છે. “આવું શા માટે ચાલે રાખે છે?' એમ આપણે આપણી જાતને જ પૂછવાનું છે. આ રીતે નિરંતર જાગૃતિ સાથે જાતને સમજાવીએ તો જ ઠેકાણું પડે તેવી શક્યતા જણાય છે.
– ૪િ૩૭