________________
દ્રવ્યસમ્પર્વને ટકાવવા માટે (૧) વ્યાખ્યાન, વાચના કે શાસ્ત્રાભ્યાસ દ્વારા જે જાણીએ છીએ તે આચરવાની પૂર્ણ તૈયારી – તેનો સ્વયંભૂ ઉત્સાહ અને તેમાં પુરુષાર્થ આવે તો તે ઉત્તમ ભૂમિકા. (૨) જિનાજ્ઞા હોવા છતાં જે આપણે આચરતા ન હોઈએ તેવું કોઈ યાદ કરાવે તો તેમાં પોતાની ભૂલનો એકરાર કરવો. દા.ત. તરાણીચેતનો વગેરે ખુલ્લા ન રાખવા, કાપનું પાણી એક જગ્યાએ ખાબોચિયું થાય તેમ ન પરઠવવું, ગમે ત્યાં ન પરઠવવું, વિહારમાં સ્કુલના કમ્પાઉન્ડ વગેરેમાં ઠલ્લે ન જવું, મુહપત્તિનો ઉપયોગ વગેરે બાબતમાં કોઈ સૂચના આપે તો પ્રેમથી સાંભળી સ્વીકારી, અમલ કરવો. આ મધ્યમ ભૂમિકા.
| (૩) જો એવું થાય કે બીજા બેદરકાર છે. માટે મારામાં બેદરકારી છે.” તો આ જઘન્યભૂમિકા. દા.ત. મુહપત્તિ ઉપયોગ કોઈ રાખતા નથી. તેથી મને પણ યાદ રહેતું નથી.' તો તેવી બાબત માટે અલ્પ કાળ કે અમુક ક્ષેત્રને આશ્રયીને પ્રારંભમાં એવો નિયમ કરી શકાય કે “૧૫ દિવસ સુધી કે જ્યાં સુધી આ ગામમાં છું ત્યાં સુધી મુહપત્તિનો ઉપયોગ રાખવો. ભૂલ થાય તો ત્રણ ખમાસમણાં આપવા.” અને આ રીતે આ બાબતમાં બીજાને પણ તૈયાર કરી શકાય. સાવ નાની ગણાતી મુહપત્તિનો ઉપયોગ - સાંજે દોરી છોડવી વગેરે ભૂલોની ઉપેક્ષાથી બંધાતા અશાતાદિ કર્મ ઉદયમાં આવે તો અશાતા-અનાદયઅશુભ-અપયશ વગેરે એકીસાથે આવે. માંદગીમાં સમાધિ ટકાવવી કદાચ સહેલી. પણ અનાદેય-અપયશ-દુર્ભાગ્ય વગેરે એકીસાથે ઉદયમાં આવે તે વખતે સમાધિ ટકાવવી મુશ્કેલ છે. વિના કારણે હિંસા કરે તો પોતાને અસમાધિ કરાવે તેવો કર્મબંધ થાય. માટે જ દશવૈકાલિકના ચોથા અધ્યયનમાં કહેલ કે -
નર્થ ઘરે નયે વિષે નયે મારે નાં સંg | (૪૮)
અનર્થદંડના પાપો તો શ્રાવકના જીવનમાં પણ ન હોય. દાદાગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ ઘણીવાર વાચનામાં
૪૩૮