________________
કહેતા કે શ્રાવક સૂકવણી કરેલો-તળેલો ગુવાર આઠમના દિવસે વાપરે તો ઉપવાસની આલોચના આવે. ‘ઉપવાસ શા માટે ? તો એનું કારણ એ કે તિથિના દિવસે અશક્તિના કારણે મગનું શાક વાપરવું પડે તેવું બને. પણ સૂકવણી તળેલો ગુવાર તો આસક્તિના કારણે જ વપરાય છે. તેનાથી પેટ ન ભરાય. આ આસક્તિ તો ૧ લા ગુણસ્થાનકે ઉતારી શકે. માટે મગ વાપરવા તે અર્થદંડનું પાપ છે. અને સૂકવણી કરેલો તળેલો ગુવાર કે જે પરંપરાએ વનસ્પતિની આસક્તિ સૂચવે છે તેમાં અનર્થદંડનું પાપ રહેલું હોવાથી તે વાપરવામાં દંડ વધારે આવે, ઉપવાસની આલોચના આવે. મગથી પેટ ભરી શકાય છે, છતાં પણ તળેલા ગુવારની આસક્તિ છૂટતી નથી. તેથી અનર્થદંડનું પાપ લાગે.
સાધુ જો લવિંગ, સોપારી, જાયફળ, મુખવાસ વગેરે સ્વાદિમ વાપરે તો શાસ્રબોધવાળા સાધુને પણ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે-તેવું જીતકલ્પચૂર્ણિમાં બતાવેલ છે આ રહ્યા તે શબ્દો- ‘વોલન-તવંગપૂજન-ખાદ્ન-તંવોનાસુ સત્ય ઘડત્યં' (ગા.૫૪). મુખવાસ તે સાધુ માટે અનર્થદંડનું પાપ છે. પરંતુ શાસ્ત્રબોધ હોવાથી કદાચ સાધુ મિથ્યાત્વે ન પહોંચે. તેમ છતાં જો સાધુને પણ શાસ્ત્રબોધ અને જાગૃતિ ન હોય તો મિથ્યાત્વ પણ આવી શકે. માટે તેને પણ ઉપવાસનો દંડ આવે. તિથિના દિવસે દો-મુરબ્બો-પાપડ તો જોઈએ જ આવું હોય તો ‘ભગવાને બતાવેલ મોક્ષમાર્ગ ક્યાં અને હું ક્યાં ચાલું છું?’ - આ બધું પણ વિચારવું જોઈએ.
માટે આપણને કર્તવ્યરૂપે ૧૫ કલાકનો સ્વાધ્યાય જરૂરી બતાવ્યો. સ્વાધ્યાય કરીએ તો આ બધું જાણી શકાય. પછી તેને યાદ રાખીએનોંધ કરીએ-રિવિઝન કરીએ તો કામ લાગે. પણ યાદ રાખવાની રુચિ કોને અને કેટલી? તેમાં ઉત્સાહ કેટલો ? તે ટકે કેટલો સમય ? વિહારમાં આયંબિલ કરવાની વાત આવે તો ઉત્સાહ અને રુચિ કેટલા પ્રમાણમાં ટકે ? રુચિ અને ઉત્સાહ જાગવા જ અઘરા છે, ટકવા તે તો વધારે અઘરૂં કામ છે. સાવધાની ન રાખીએ તો કિનારે આવીને ડૂબવા જેવી હાલત
૪૩૯