________________
થાય. દીક્ષા લીધી એટલે કિનારે આવી ગયા. હવે વીતરાગ ભગવંતને માન્ય અને આપણી ભૂમિકાને યોગ્ય એવો સાધનામાર્ગ-ઉપાસનામાર્ગ ગુરુગમથી જાણીએ અને તેના પર સાચી રુચિ અને અંતરંગ અહોભાવ કેળવીએ તો ઝડપથી ઉત્સાહભેર મોક્ષમાર્ગે આગળ વધાય.
જીવનમાં ઉત્સાહ લાવવા માટે જેના જીવનમાં ઊંચા આચાર હોય, તેની ભક્તિ અને વૈયાવચ્ચ (કાયાથી), બહુમાન (મનથી) અને ગુણાનુવાદ (વચનથી) કરીએ. પૂજ્યપાદ હિમાંશુસૂરિ મહારાજા, કુમુદચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, રાજતિલકસૂરિ મહારાજા, ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા, અરિહંતસિદ્ધસૂરિ મહારાજા જેવા તપસ્વીના ગુણાનુવાદ વગેરે કરવાથી તપ કરવામાં ઉત્સાહ વધે. આપણી જાતને પણ ઓળખવી પડે કે “મને (૧) મોક્ષમાર્ગનો ઊંડો બોધ નથી. (૨) તાત્ત્વિક રુચિ નથી. (૩) ઝળહળતી શ્રદ્ધા નથી. (૪) અદમ્ય ઉત્સાહ નથી. (૫) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. માટે અવાર-નવાર આરાધનાની ગાડીમાં પંકચર પડી જાય છે. થોડી પ્રતિકૂળતા આવે ને ગાડી ઠપ્પ થઈ જાય છે. વાચના અને પ્રેરણાના ધક્કા મારવા પડે છે.”
આરાધનામાં સ્વયંભૂ ઉત્સાહ-ઉમંગ પ્રગટાવવા આસપાસના સંયમીના દોષ જોવાનું ટાળીને એમના પ્રત્યે સદ્ભાવ કેળવવો જોઈએ. સવારમાં ઉઠતાની સાથે આજુ-બાજુમાં રહેલા સંયમીઓ તરફ બે હાથ જોડી અહોભાવથી “નમો નો સવ્વસાહૂ બોલીએ. “સંસારમાં તો રોજ સવારમાં જ રાગીના દર્શન થતા હતા. અહીં તો વૈરાગી અને વીતરાગીના દર્શન થાય છે. આ રીતે સંયમી પ્રત્યે બહુમાન છાળીને કોઈના દોષ જોવા નહિ. દોષ દેખાઈ જાય તો પણ વિચારવું કે ભેંસના શીંગડા ભેંસને ભારે... નદીનો કાદવ નદીને મુબારક. પરમાત્મા એમને દોષમાંથી છૂટવાનું બળ આપે. આ જીવ વહેલી તકે દોષમુક્ત થાવ.” આવી ભાવના દોષિત વ્યક્તિ પ્રત્યે રાખવી.
અનુમોદના મનથી, ગુણાનુવાદ વચનથી, જયણા અને સહાયતા કાયાથી કરીએ તો સંયમસાધના કરવામાં મનનો ઉત્સાહ ટકે. તેવી
४४०