________________
સાધના સફળ પણ થાય. પરંતુ નિંદા-આશાતના વગેરેની સાથે કરેલી આરાધના ઉગ્ર હોય છતાં પણ સફળ ન થાય.
""
કુલવાલક મુનિને આપણે જાણીએ જ છીએ. ગુરુ પોતાની ભૂલ કાઢે તે ગમ્યું નહિ, ગુરુ પર દ્વેષ થયો અને એક વાર ગુરુને મારવાનો પણ અધમ પ્રયત્ન કર્યો. વારંવાર ઘૂંટેલો રોજનો દ્વેષ વેરમાં પરિણમ્યો. ગુરુના મોંમાંથી પણ શબ્દ નીકળી પડ્યા “તારૂં સ્ત્રીથી પતન થશે.’ ગુરુએ ક્યારેય પણ શાપ નીકળે એવા વચન બોલાય નહિ. પરંતુ અહીં કર્મવશ એવું થઈ ગયું. કુલવાલક મુનિ ‘એવી જગ્યાએ જાઉં કે જ્યાં વાસના જ ન જાગે અને ગુરુ ખોટા પડે.' એમ વિચારીને નગરથી દૂર નદીના કિનારે ચાલ્યા ગયા. અને ઉત્સાહ સાથે તપ શરૂ કર્યો. જે નદીના કિનારે ગયા હતા તે નદીમાં પૂર આવતાં તેનો કિનારો (=કુલ) પણ તપના પ્રભાવથી બીજી દિશામાં વળી ગયો. તેથી ‘કુલવાલક’ નામ પડયું. આવો ઉગ્ર તપ કરવા છતાં તેમનું વેશ્યાથી પતન થયું. બીજા ભવમાં નરકમાં ગયા અને તીવ્ર સંક્લેશની ભઠ્ઠીમાં તે સેકાયા. સામાન્ય જીવની પણ હિંસા (ભૂતોપઘાત) જો અસમાધિસ્થાન હોય તો ગુરુની હિંસા કરવા માટે કરેલ હિચકારી પ્રયત્ન તો ભયંકર અસમાધિસ્થાન જ બને તેમાં શંકા નથી.
આપણે શુભ સંકલ્પપૂર્વકની આરાધના કરીએ છતાં પણ અંદ૨માં જો સંયમીની નિંદા-કૂથલી, વડીલ-ગુરુ વગેરે પ્રત્યે દ્વેષ વગેરે હશે તો જીવનના અંત સુધી પણ કોઈ આરાધના નહિ ટકે. પરલોકમાં સાથે આવવાની વાત તો દૂર રહી. આ ભવમાં પણ છેલ્લે સુધી સાધુવેશ, આવી જીવનપદ્ધતિ ચાલુ રહે તો, ટકશે કે કેમ ? એ પણ લાખ ડોલરનો પ્રશ્ન છે. કુટિલ અને કાતિલ કર્મસત્તા સામે આપણા બાવડાના બળે આપણે ટકી શકીએ તેમ નથી. આશાતના કરવાથી કુલવાલક મુનિ તીવ્ર તપસાધના હોવા છતાં તે જ ભવમાં પતન પામ્યા. આપણી તો સાધના પણ કેવી? માટે નક્કી કરીએ કે કોઈ ભૂલ બતાવે તો કયારેય પણ દુર્ભાવ કે દ્વેષ નથી જ કરવો.
૪૪૧