________________
આહના અસમાધિસ્થાનનો વિવાહ
આઠમું અસમાધિસ્થાન છે- સંનત્તનો સંનો એટલે કે ડગલે ને પગલે ગુસ્સો કરનાર. કાંડી ચાંપો તો તરત જ ભડકો થાય. મનમાં સતત દુર્ભાવનું પેટ્રોલ ભરી જ રાખે, માત્ર કટુવચન વગેરે નિમિત્ત(કડી)ની જ વાર હોય. તે પણ અસમાધિસ્થાન છે. આ વલણ સ્વ-પરને અસમાધિ કરાવનાર છે. માટે (૧) આપણી ભૂલ બીજા બતાવે તો તરત પ્રેમથી તેનો સ્વીકાર કરી લેવો. (૨) આપણી ભૂલ ન હોય અને કોઈ ઠપકો આપે | ભૂલ બતાવે તો પણ તે ક્ષણ પૂરતો સ્વીકાર તો કરી જ લેવો.
નહિ તો બીજી વાર આપણી વાસ્તવમાં ભૂલ થતી હશે તો પણ કોઈ બતાવશે નહિ. ઠપકો સાંભળવાના બદલે કે ભૂલ સ્વીકારવાના બદલે તેવા અવસરે જો નકામા વિચારોમાં અટવાઈએ કે “પેલાને ઠપકો ન આપ્યો અને મને ઠપકો આપ્યો. મારી સાથે ઈરાદાપૂર્વક દ્વેષ રાખી તેમનો પક્ષપાત કરે છે.” તો આવા વિચારો સાથે કરેલ આરાધનાથી મોત વખતે સંયમની કોઈ મૂડી હાથમાં ન રહે. માટે વડીલની વાતનો સ્વીકાર કરીએ, આપણી ભૂલ વિના પણ ઠપકો સાંભળીએ તો વિનય, ઔચિત્ય અને નમ્રતા કેળવાય. આખી દુનિયા તો વંદન કરીને અને શાતા પૂછીને પ્રશંસા જ કરવાની છે, અભિમાન જ કરાવવાની છે. નાનો પર્યાય છે ત્યાં સુધી આપણને નમ્રતાની કમાણી થવાની છે. અમુક પ્રમાણમાં પર્યાય વધી ગયા પછી પ્રાયઃ કોઈ આપણી ભૂલ કાઢવાનું નથી.
ક્ષમા, મૃદુતા, સરળતા વગેરે દસ ગુણોને યતિધર્મ જણાવ્યા છે. યતિગુણ વગેરે બીજા કોઈ શબ્દ ન વાપર્યા. પણ “યતિધર્મ તરીકે તેને ઓળખાવ્યા. “ધર્મ શબ્દનો અર્થ જ સ્વભાવ. અર્થાત્ ક્ષમાદિ તો સાધુના સ્વભાવમાં જ હોય. સામેથી તે ક્ષમાદિ ગુણોને આત્મસાત १. संजलणोत्ति मुहुत्ते मुहुत्ते ख्सइ रुसंतो अप्पाणमण्णे य असमाहीए जोइए ।
૪૪૨