________________
કરે. તેને મજબૂત બનાવે તેવી તકની સાધુ ભગવંતો રાહ જોતા હોય. માટે બીજા દ્વારા મળેલા ઠપકા વખતે મનમાં કડવાશ આવે તો સમજવું પડે કે માર્ગનો ઊંડો બોધ કે તીવ્ર રુચિ નથી. તેવા સમયે અંદ૨માં વિચારવાનું કે “પ્રત્યેક સંયોગમાં, શાંતિથી અસંગભાવે પસાર થાઉં તો જ મને કેવળજ્ઞાન મળશે. કૂતરાના ભવમાં કાંઈ કેવળજ્ઞાન મળવાનું નથી કે ક્ષમા કેળવવાની શક્યતા રહેવાની નથી. વર્તમાનમાં પણ મારી ઉપર ગૃહસ્થો ગુસ્સો કરવાના નથી કે નાના સાધુઓ પણ પ્રાયઃ ગુસ્સો કરવાના નથી કે જેમાં મારું અભિમાન તૂટે. ગુસ્સો ક૨શે કે ઠપકો આપશે કે ભૂલ કાઢશે તો ફક્ત ગુરુભગવંત કે અન્ય મોટા સાધુ ભગવંતો જ તેવું ક૨શે. માટે માન કષાયને તોડવાનો અહીં જ મોકો છે. વળી, ચાર ગતિમાં ચારે કષાયો છે પણ તેમાં અમુકની મુખ્યતા છે. તેમાં મનુષ્ય ભવમાં માનકષાયની મુખ્યતા છે.
માનવ એટલે શું ? માન જેને વામણો બનાવે તે માનવ. ગુરુ પણ પ્રાયઃ આપણો નાના પર્યાય હોય ત્યાં સુધી જ ઠપકો આપે, પછી પ્રાયઃ નથી આપતા. આમાં બે કારણ હોઈ શકે. (૧) કાં તો શિષ્યનું ખૂબ પુણ્ય વધી જાય (૨) અને કાં તો શિષ્યની પાત્રતા ખૂબ ઘટી જાય. પણ સામાન્યથી સમજી રાખવું કે વગર ગુનાએ કોઈ ઠપકો આપે નહિ. તથા રુચિથી ઠપકો સાંભળવાથી કાંઈ આપણું બગડતું નથી. પણ રુચિનો અભાવ ઉદ્વેગ કરાવે છે અને તે ઉદ્વેગથી આપણું બગડે છે. માટે કોઈ ભૂલ બતાવે તો સ્વીકારવી, ભૂલને સુધારવી અને ભૂલ બતાવવામાં બીજાનો ઉત્સાહ વધે તેવા શબ્દો બોલવા. તો આપણું “ક્ષમાશ્રમણ’ બિરૂદ સાર્થક થાય. આપણને સંતોષશ્રમણ કે નમ્રતાશ્રમણ નથી કહેલ પણ ક્ષમાશ્રમણ તરીકે નવાજેલ છે. આપણું જીવન એવું બનાવીએ કે જેથી સ્વ-૫૨ બન્નેને પ્રસન્નતા રહે. ક્ષમા વગેરે કેળવીને, આત્મસાત્ કરીને બીજાને આપણે આદર્શરૂપ બનીએ તો ભાવમાર્ગ પામીએ. બાકી ગફલતથી તો ચૌદ પૂર્વધર પણ પતન પામ્યા છે. પૂજાની ઢાળમાં કહેલ છે ને “ચૌદ પૂર્વધર નિગોદે પડીયા જો, દીપજ્યોતે નવિ મળીયા જો.”
૪૪૩|