________________
જલના અક્ષણાધિસ્થાનનો વિવાહ
જેને ડગલે ને પગલે ઓછું આવે તે ડગલે ને પગલે ગુસ્સો કરે. જેને “પુરતું મળ્યું છે.” એવું લાગે તેને ગુસ્સો ન આવે. કીડીને કણ અને હાથીને મણ પ્રમાણ જોઈએ. વસ્તુ કેટલી છે? તે તૃપ્તિનું માપદંડ નથી. કરોડો સોનામહોરની વચ્ચે રહેવા છતાં પણ મમ્મણ અતૃપ્ત હતો અને બે આનામાં પણ પુણિયો તૃપ્ત હતો. માટે ઓછું હોવું તે ગુનો નથી, પણ ઓછું લાગવું તે ગુનો છે. કારણ કે ઓછું હોવું તે કર્માધીન છે અને ઓછું લાગવું કે ન લાગવું તે સ્વાધીન છે. માટે ઓછું લાગવું તે આપણી ભૂલ છે. માટે સદા તૃપ્તિ હોય તો ક્રોધાદિ ન થવાથી અસમાધિથી બચી શકાય.
નવમું અસમાધિ સ્થાન છે- હોદો અત્યંત ક્રોધી સ્વભાવ હોય તે પણ અસમાધિનું કારણ બની શકે. સંનો આ પ્રમાણે પૂર્વે આઠમું અસમાધિસ્થાન બતાવેલ તેમાં ગુસ્સો આવે પણ બહુ લાંબો ટકે નહિ. જ્યારે પ્રસ્તુતમાં નાના નાના પ્રસંગોમાં પણ બહુ લાંબા સમય સુધી ઉગ્રતા સાથે ગુસ્સે ભરાય તે હોદળો માં આવે. આ નવમું અસમાધિસ્થાન છે.
(૧) પોતાને ઓછાશનો અનુભવ થાય, (૨) પોતાની ઈચ્છા પૂરી ન થાય, (૩) સામેવાળી વ્યક્તિ ન માને ત્યારે “મેં કીધું છતાં કેમ ન કર્યું ?' આવા વિચારોથી ક્રોધ આવવાની શક્યતા છે. ક્રોધથી બચવા માટે (૧) આપણો અધિકાર હોય ત્યાં જ બોલવું. તે સિવાય ન બોલવું. (૨) અધિકાર હોય ત્યાં પણ માને તો બોલવું. (૩) મીઠા શબ્દથી કામ પતે ત્યાં કડવા શબ્દો ન જ બોલવા. (૪) ઓછા શબ્દથી કામ પતે તેવું હોય ત્યાં વધારે શબ્દ ન બોલવા. (૫) આપણી જાત १. कोहणोत्ति सइ कुद्धो अच्चंतकुद्धो भवइ, सो य परमप्पाणं च असमाहीए जोएइ, एवं क्रिया वक्तव्या । - आवश्यकनियुक्ति-हारिभद्रीयवृत्ति ।
૪૪૪