________________
ચલાવવાથી કામ પતે તેવું હોય ત્યાં શબ્દ ચલાવી, ઓર્ડર કરી, બીજા પાસે કામ ન લેવું.
એક વાત તો કાયમ સમજી રાખવી કે જેટલી જીભ વધુ ચાલે અને જાત ઓછી ચાલે એટલી અસમાધિ વધારે. જેટલી જીભ ઓછી ચાલે અને જાત વધુ ચાલે એટલી અસમાધિ ઓછી. અત્યંત ક્રોધી હોય તે સ્વ-પર બન્નેને અસમાધિમાં જોડે. ક્રોધ તે વૈશ્વાનર જેવો છે. તે જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પહેલા બાળે. ક્રોધની સક્ઝાયમાં પણ આ વાત આવે છે “ક્રોધે ક્રોડ પૂરવ તણું, સંયમ ફળ જાય. ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય...” નિશીથભાષ્યમાં તથા ચંદ્રકવેધ્યપ્રકીર્ણકમાં પણ જણાવેલ છે કેजं अज्जियं चरित्तं देसूणाए वि पुवकोडीए । તં પિ સફિયમૈત્તો નારોફ નરી મુદુખ ! (નિ.મા.૨૭૧૩, ઘં.વે.૧૪૩)
ક્રોધ ક્રોડપૂર્વના સંયમને બાળી નાખે. ક્રોધ આવી જ જતો હોય તો તે વખતે “ક્રોધ કરવો નથી” એવી ભાવનાથી ભાવિત થવું પડે. અભિગ્રહ-સંકલ્પ કરવા પડે. દંડ રાખીએ તો ધીમે ધીમે ક્રોધ કંટ્રોલમાં આવે. તેના બદલે “ક્રોધ મારો સ્વભાવ છે. ક્રોધ તો મારી નબળી કડી છે. હું શું કરું ? સામેનાની ભૂલ હતી. તેથી મેં ક્રોધ કર્યો. તે તો ઉચિત જ છે ને !” એમ માનો તો ક્રોધ ક્યારેય કાબુમાં ન આવે અને આજીવન ક્રોધમાં સળગવું પડે. માટે “મને ક્રોધ આવે છે તે સામાની નહિ પણ મારી ભૂલ છે. મારા સ્વભાવની વિચિત્રતા છે. હવેથી મારો સ્વભાવ હું જરૂર સુધારીશ. પ્રતિકૂળ સંયોગમાં સાવધાન રહીશ. બિનજરૂરી ઈચ્છાઓ ઊભી નહિ કરું. મહત્ત્વાકાંક્ષા છોડી દઈશ. અંતર્મુખ બનીને સ્વદોષશોધન કરીશ.” એમ માનવુંસ્વીકારવું રહ્યું.
ખંધકસૂરિજીના ૫૦૦ શિષ્યોને પાલકે ઘાણીમાં પીલ્યા છતાં તેઓ સમાધિમાં ઝૂલતા હતા અને મોક્ષમાં ગયા. જો સામેનાની ભૂલને લીધે ક્રોધ આવે જ- એવો નિયમ હોય તો ૫૦૦માંથી કોઈ પણ
૪૪૫