________________
મહાત્મા ત્યારે કેવળજ્ઞાન પામ્યા ન હોત. વાસ્તવમાં (૧) આપણી જાગૃતિ ઓછી છે. (૨) ક્રોધ ટાળવાનો આપણો પ્રયત્ન મંદ છે, નબળો છે. (૩) ક્રોધના કટુ પરિણામો દેખાતા નથી. (૪) ‘ક્રોધ આપણો સ્વભાવ નથી.’ તેવું અનુભવાયેલ નથી. માટે એકાએક બળવાન ક્રોધ આવે છે અને લાંબો સમય સુધી તે રહે છે.
શાંતિથી વિચારીએ તો ખ્યાલમાં આવી જ જાય કે “ક્રોધ ગરમ છે અને આત્મા તો બરફ જેવો શીતળ છે. માટે ક્રોધ મારો સ્વભાવ નથી. ગ્રહણ વખતે રાહુ સૂરજને કાળો દેખાડે છે તેમ ક્રોધ આત્માને કાળો દેખાડે છે. હકીકતમાં સૂર્ય કાળો નથી તેમ હકીકતમાં આત્મા કાળો નથી. આત્મા ગરમ નથી, ઠંડો છે.” આવી ભાવનાથી નિરંતર ભાવિત થવું જોઈએ. તો ક્રોધ રવાના થાય.
ક્રોધથી બચવા માટે (૧) ભાવના ભાવવી કે ક્રોધ આવે છે, વિભાવમાંથી. પણ વિભાવને હું મારો માનું છું. તેથી તેમાં તણાઉં છું. ક્રોધ તે મારો સ્વભાવ નથી કે મારું સ્વરૂપ નથી કે મારું કાર્ય નથી. મારે તેમાં જોડાવું નથી (૨) દંડ રાખવા પૂર્વક પ્રયત્ન કરીએ કે ‘ક્રોધ આવે તો ૨૧ ખમાસમણા આપવા’ તો ક્રોધ ઘટે. (૩) ક્રોધના પરિણામનો ભય હોય તો ક્રોધ ઘટે. માસખમણ જેવી તપસ્યા કરવા છતાં મહાત્મા ક્રોધના કારણે ચંડકૌશિક સાપના ભવમાં પહોંચી ગયા. આપણા જીવનમાં શું સાધના છે ? આપણા જીવનમાં તે મહાત્મા જેવી તપસાધના નથી અને કષાયો નિરંતર છળે રાખે તો પરિણામ શું આવશે ? આ રીતે પરિણામનો વિચાર કરીએ તો ક્રોધ ઘટે.
જેમ ક્રોધને અસમાધિસ્થાન કહેલ છે તેમ માન-માયા-લોભમાં પણ સમજી લેવું. અને તે ચારે કષાય થવામાં જવાબદારી આપણી છે, બીજાની નથી.
બૃહત્કલ્પભાષ્યમાં દૃષ્ટાંત આવે છે. બાપ-દીકરાએ દીક્ષા લીધી હતી. દીકરો ઝઘડાખોર હતો. માટે સમુદાયમાં મેળ ન પડે. સ્વભાવની વિચિત્રતાને કારણે સમુદાયમાંથી રવાના થયા. બીજા સમુદાયમાં
-૪૪૬