________________
ગયા. ત્યાં પણ તે રીતે મેળ ન પડવાથી રવાના થયા. આમ છ મહિનામાં અનેક સમુદાય બદલ્યા. પછી એક વાર બાપે દીકરાને વાત કરી “વાંક તો આપણો જ છે. તારા સ્વભાવને બદલી નાખ તો કદાચ મેળ પડે” છોકરાના ગળે વાત ઉતરી ગઈ. તેણે સંકલ્પ કર્યો કે “હવે કોઈને હેરાન નહિ કરું, પણ સહાય કરીશ.” - નવા સમુદાયમાં તેઓ ગયા. સ્વભાવ બદલવાને લીધે બધાને પ્રિય બન્યા. માટે જ કહેલ છે કે “મન્નમૂને વશીકરાં દિ સેવન” મંત્રજાપ વિના અને કોઈ જડીબૂટ્ટી વિના બીજાનું વશીકરણ કરનાર કોઈ ચીજ હોય તો તે સેવા છે, સહાયકભાવ છે. માટે કમ સે કમ એટલું તો સ્વીકારી જ લઈએ કે “સામેવાળાની ભૂલના કારણે નહિ પણ મારા સ્વભાવને કારણે મને ગુસ્સો આવે છે.”
-૪૪૭
४४9